સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેનું ગળું દબાવી દેવાયું હતુંઃ વકીલ

0
20
Share
Share

મુંબઈ,તા.૨૫

સુશાંત સિંહ રાજપૂતનું મોત કયા કારણોસર થયું તેની તપાસ સીબીઆઈ કરી રહી છે. જ્યારે એમ્સના ફોરેન્સિક ટીમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન સુશાંતસિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસસિંહે આરોપ લગાવ્યો છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેનું ગળું દબાવી દેવાયું હતું. વિકાસસિંહે બનાવેલા ટિ્‌વટર એકાઉન્ટ પર પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે સીબીઆઇ આત્મહત્યા માટે ઉશ્કેરવાને મર્ડરમાં બદલવામાં મોડું કી રહી છે. આવાતથી ફ્રસ્ટ્રેશન વધી રહ્યું છે. આ એકાઉન્ટ વેરિફાઇડ નથી પરંતુ સુશાંતના પરિવારના લોકો તેને ફોલો કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના પરિવારે અગાઉ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ તેણે તેની પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે, આ દરમિયાન વકીલ વિકાસસિંહે કહ્યું કે તે આત્મહત્યા નહીં પણ હત્યા છે. ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ વિકાસ સિંહનું કહેવું છે કે એમ્સના ડોક્ટરોએ તેમણે સુશાંતની તસવીર મોકલી હતી જેને જોઇને કહ્યું હતું કે આ મર્ડર લાગી રહ્યું છે. એમ્સના ડોક્ટરોએ વિકાસસિંઘ સાથે વાત કરી કે નહીં તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ રિપોર્ટ મુજબ, વિકાસસિંહે દાવો કર્યો છે કે તેણે સુશાંતની તસવીરો ઘણા સમય પહેલા મોકલી હતી,

એ જોઈને એઈમ્સના ડોક્ટરએ કહ્યું હતું કે ૨૦૦ ટકા ગળું દબાયું હતું. તે હત્યાનો કેસ છે આત્મહત્યાનો નહીં. સુશાંતના મૃત્યુ બાદ તેના પરિવારે બિહારમાં કેસ દાખલ કર્યો હતો. શરૂઆતમાં તેની પર આત્મહત્યાની શંકા હતી, પરંતુ પરિવારે કેટલીક પરિસ્થિતિઓને જોયા બાદ તેને હત્યા ગણાવી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકો તેને હત્યા માને છે. અનેક પ્રકારની કહાનીઓ પણ વાયરલ થાય છે. પરિવાર એઇમ્સના રિપોર્ટની રાહ જોઇ રહ્યો છે. જ્યારે સીબીઆઇ તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here