સુશાંતનું જવું કદી ન પૂરી થનાર ખામી છે : જેકલિન

0
7
Share
Share

મુંબઈ, તા. ૩૦

‘દિલ બેચારા’માં સુશાંતની કો-સ્ટાર સંજના સંઘીને જૅકલિન ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે તને તારી પહેલી જ ફિલ્મમાં સૌથી અદ્‌ભુત કો-ઍક્ટર મળ્યો હતો. સુશાંતે ૧૪ જૂને પોતાના બાંદરાના ઘરે આત્મહત્યા કરી લીધી છે ત્યારથી જ બૉલિવુડમાં સોપો પડી ગયો છે. તેના સુસાઈડે અનેક સવાલો ઊભા કર્યા છે. ‘દિલ બેચારા’ સુશાંતની છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મને હવે ડિજિટલ પ્લૅટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સુશાંતના ખાસ ફ્રેન્ડ મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૅકલિને કૅપ્શન આપી હતી કે ‘સુશાંતનું જવું કદી ન પૂરી થનાર ખામી છે. તેની કમી દરેકને, દરેક ઠેકાણે અનુભવાશે. હું જ્યારે પણ કન્ફ્યુઝ થતી તો તે મને હંમેશાં કહેતો કે લોકોની મદદ માટે આગળ આવવાનું. તે મદદ કરવા માટે કદી પણ અચકાતો નહીં. તેની ફિલ્મ જોવી મારા માટે સરળ નથી. જોકે હું જાણું છું કે તે સ્ક્રીન પર ખૂબ જ સરસ રીતે છાપ છોડી જશે અને એ બાબત મને શાંતિ આપશે. મુકેશ છાબરા હું જાણું છું કે તું સુશાંતની ખૂબ જ નજીક હતો. હિમ્મત રાખજે. સંજના સંઘી તારી પહેલી ફિલ્મ માટે તને શુભેચ્છા. તને ખૂબ જ ગજબનો તારો પહેલો કો-સ્ટાર મળ્યો છે. હું જાણું છું કે તારો પર્ફોર્મન્સ જોઈને તેને પણ ગર્વ થશે.’

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here