સુશાંતની હત્યા? સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું પહેલું કારણ

0
21
Share
Share

મુંબઈ,તા.૦૨

રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ સુશાંત સિંહ રાજપૂત કથિત સુસાઇડ કેસમાં પોતાનો પક્ષ રાખી રહ્યા છે. આ ક્રમમાં તેમણે બુધવારના એક ટ્‌વીટ કર્યું જેમાં તેમણે જણાવ્યું કે સુશાંતની હત્યા કરવા પાછળ શું કારણ હોઈ શકે છે. સ્વામીનું આ ટ્‌વીટ ઘણું વધારે રીટ્‌વીટ થઈ રહ્યું છે અને ફેન્સ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યું કે, સુશાંતની હત્યા કરવા પાછળ પહેલો ઉદ્દેશ સ્પષ્ટ છે. તે ઘણો જ આત્મનિર્ભર હતો અને એટલો ટેલેન્ટેડ હતો કે બોલીવુડ દ્વારા તેને નજરઅંદાજ કરવો શક્ય નહોતો,

કેમકે તેઓ તેનાથી કમ્પિટ નહોતા કરી શકતા એ કારણે તેમણે આ પ્રકારે તેને ખેલમાંથી જ બહાર કરી દીધો. બાકીનું જે પણ છે તે બોલીવુડ સિનેમાનું બહાનું છે. સ્વામીએ લખ્યું કે, ‘હત્યાનું બીજું કારણ હું તમને બાદમાં જણાવીશ. આ થોડુંક પૉલિટિકલ છે, પરંતુ આ માટે હજુ વધારે રિસર્ચ કરવાનું રહેશે.’ એક તરફ જ્યાં સ્વામીએ પોતાના આ નિવેદનથી સુશાંત કેસમાં નવો એન્ગલ સામે રાખ્યો છે તો બીજા પોઇન્ટ માટે તેણે કુતૂહલ પણ પેદા કર્યું છે. શું સ્વામી કોઈ રાજનેતા પર સીધા આરોપ લગાવશે?

એ સમય સાથે સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના કથિત સુસાઇડ કેસમાં સતત ડ્રગ માફિયાઓનો એન્ગલ સામે આવી રહ્યો છે. તો રિયા ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાણી અને સંદીપ સિંહની ભૂમિકા પણ શંકાસ્પદ છે અને સીબીઆઈ, એનસીબી અને ઈડી આ મામલે તપાસ કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here