સુશાંતના ૫૦માંથી ૧૧મું સપનું અંકિતાએ પુરું કર્યું

0
18
Share
Share

સુશાંતનું ૧૧મું સપનું ૧૦૦૦ વૃક્ષો વાવવાનું હતું
સુશાંત સિંહ રાજપૂતે પોતાના ૫૦ સપનાઓનું એક લિસ્ટ બનાવ્યું હતું, સુશાંત સપના પૂરા કર્યા વિના જ જતો રહ્યો
મુંબઈ,તા.૮
ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી અંકિતા લોખંડે એક્સ-બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના પરિવારની પડખે ઊભી છે. સુશાંતના મોત બાદ અંકિતા સતત રાજપૂત પરિવારની હિંમત બની રહી છે. સુશાંતના લાખો ફેન્સ અને તેના પરિવારની જેમ અંકિતા પણ એક્સ-બોયફ્રેન્ડ માટે ન્યાયની માગ કરી રહી છે. સાથે જ સત્ય જલદી બહાર આવશે તેવો અંકિતાને વિશ્વાસ છે. સુશાંત સિંહ રાજપૂતે પોતાના ૫૦ સપનાઓનું એક લિસ્ટ બનાવ્યું હતું. સુશાંત તો એ સપના પૂરા કર્યા વિના જતો રહ્યો પરંતુ હવે ફેન્સ અને પરિવાર તેને પૂરા કરવાની કોશિશમાં છે. રવિવારે અંકિતા લોખંડેએ પણ સુશાંતનું સપનું પૂરું કરવા તરફ એક ડગલું ભર્યું હતું. હાલમાં જ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સ્વર્ગસ્થ એક્ટર્સના ફેન્સને ૧૦૦૦ વૃક્ષ વાવવાનું તેનું સપનું પૂરું કરવામાં મદદ કરવાનું કહ્યું હતું. સુશાંતના ૫૦માં સપનાઓમાંથી ૧૧મું સપનું હતું ૧૦૦૦ વૃક્ષો વાવવાનું. તો અંકિતાએ સુશાંતનું આ સપનું પૂરું કરવામાં યોગદાન આપવામાં જરાપણ વિલંબ ના કર્યો. રવિવારે અંકિતા પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. જ્યાં તે તેની મમ્મી સાથે છોડ ખરીદવા આવી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ સુશાંતનું સપનું હતું અને આની શરૂઆત તે પોતાના ઘરથી કરવા માગે છે. સાથે જ અંકિતાએ ફેન્સને પણ એક્ટરનું આ સપનું પૂરું કરવા વૃક્ષો વાવવાની અપીલ કરી હતી. દરમિયાન હાલમાં જ અંકિતાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અધ્યયન સુમને સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે તૈયાર કરેલો વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં સુશાંતની યાદગાર ક્ષણો જોવા મળે છે. આ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં અંકિતાનો અવાજ સાંભળવા મળે છે જેમાં તે એક ઈન્ટરવ્યૂમાં સુશાંત વિશે વાત કરે છે. સાથે જ તેને ડિપ્રેશન હોવાની વાતને ફગાવી દીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here