સુશાંતના મોતઃ ટ્યૂબ પર ફૅક ન્યૂઝ ચલાવાનાર આરોપીની કરાઈ ધરપકડ

0
20
Share
Share

મુંબઈ,તા.૧૯

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ યુ ટ્યૂબ પર ફૅક ન્યૂઝ પોસ્ટ કરનાર યુ ટ્યૂબરની મુંબઈ પોલીસે બિહારમાંથી ધરપકડ કરી છે. તેના પર આક્ષેપ છે કે તેણે ફૅક ન્યૂઝથી છેલ્લાં ચાર મહિનામાં ૧૫ લાખ રૂપિયાની કમાણી કરી છે. આ અંગે શિવસેનાના લીગલ સેલ સાથે જોડાયેલા વકીલ ધર્મેન્દ્ર મિશ્રાએ કેસ કર્યો હતો. આરોપી રાશિદ સિદ્દીકીની ઉંમર ૨૫ વર્ષની છે અને તે બિહારમાં રહે છે. તે સિવિલ એન્જિનિયર છે અને યુ ટ્યૂબ પર ’એફએફ ન્યૂઝ’ નામની ચેનલ ચલાવે છે.

મિશ્રાની ફરિયાદ પર સિદ્દીકી પર માનહાનિ, જાહેરમાં બદનામ કરવાનો તથા જાણી જોઈને અપમાન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે સિદ્દીકીને આગોતરા જામીન આપ્યા છે અને તેને તપાસમાં સહયોગ આપવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર, મંત્રી આદિત્ય ઠાકરે તથા અક્ષય કુમાર વિરુદ્ધ સિદ્દીકીએ અલગ-અલગ ન્યૂઝ ચલાવ્યા હતા. આ સમાચારને લાખો લોકોએ જોયા હતા. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે સુશાંતના મોત બાદના સમાચારમાંથી ૧૫ લાખની કમાણી કરી હતી.

મે મહિનામાં આ યુ ટ્યૂબરની કમાણી માત્ર ૨૯૬ રૂપિયા હતા તો સપ્ટેમ્બરમાં વધીને ૬,૫૦,૮૯૮ રૂપિયા જેટલી થઈ ગઈ હતી. આ પહેલાં મુંબઈ સાઈબર પોલીસે દિલ્હીના વકીલ વિભોર આનંદની ધરપકડ કરી હતી. આનંદ પર રાજપૂતના મોત સંબંધિત ફૅક વીડિયો પોસ્ટ કરવાનો તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા આદિત્ય ઠાકરેને અપશબ્દો કહેવાનો આક્ષેપ છે. આનંદને આ વીડિયોના માધ્યમથી હજારો સબસ્ક્રાઇબર મળ્યા હતા. વાત જો રાશિદની કરવામાં આવે તો સુશાંતના મોત પહેલાં યુ ટ્યૂબ પર ૨ લાખ સબસ્ક્રાઇબર હતા, જે વધીને ૩.૭૦ લાખ થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here