સુશાંતના મૃતદેહને લઈ જનાર એમ્બ્યુલન્સના એટેન્ડન્ટેનો દાવો-

0
26
Share
Share

પોલીસ દબાણના કારણે ઘણું કહી ન શક્યો

મુંબઈ,તા.૧૦

સુશાંત સિંહ રાજપૂતના મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કોઈ આમ કહે છે તો કોઈ તેમ કહે છે. રાજનેતાઓ પણ હવે આ મામલે પોતાના બે બોલ રાખી રહ્યા છે. ત્યારે હવે સુશાંતના મૃતદેહને લઈ જનાર એમ્બ્યુલન્સના એટેન્ડન્ટે નિવેદન જાહેર કર્યું છે. તેનો દાવો છે કે પોલીસના દબાણને કારણે તે ઘણું બધું કહી શકતો નથી. જોકે તેણે પોલીસ ટીમ સાથે સુશાંતના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે સુશાંતનો મૃતદેહ કઈ સ્થિતિમાં હતો તે વિશે ચોક્કસપણે જણાવ્યું છે.

એક અહેવાલ મુજબ એમ્બ્યુલન્સના એટેન્ડન્ટે કહ્યું કે, તેણે આ અગાઉ પણ આત્મહત્યા કરનારા લોકોની લાશ જોઇ હતી, પરંતુ સુશાંતનું શરીર પીળું પડી ગયું હતું. આ એટેન્ડન્ટે દાવો કર્યો હતો કે સુશાંતના પગ જ માત્ર વળેલા હતા એવું નહીં પણ શરીર પર ઘાવના નિશાન પણ હતા. એટેન્ડન્ટે સુશાંતના ગળા પરના નિશાન અંગે પણ સવાલ કર્યા હોવાનો દાવો કર્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે

કે સુશાંતને ફાંસી લગાવી ત્યારે તેના પગ અને પલંગ વચ્ચે ખૂબ જ ઓછું અંતર હતુ. આવી સ્થિતિમાં જ્યારે તેણે ફાંસી લગાવી હશે ત્યારે તેના પગ પર ઈજા થઈ શકે છે. જોકે, ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતના ગળા પર જે નિશાન છે તે કપડાનું જ છે. જેનાથી તેણે ફાંસી લગાવી હતી. આ સમાચાર પછી ઘણા ફેન્સે પણ આ મુદ્દા પર તેમના મંતવ્યો શેર કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here