સુશાંતના પિતા કહેશે તો સીબીઆઇ તપાસ શક્ય છેઃ મુખ્યમંત્રી નીતિશ કુમાર

0
18
Share
Share

પટના,તા.૧

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસ પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જો સુશાંતના પિતા કહેશે તો સીબીઆઈ તપાસ શકય છે. નીતીશ કુમારે કહ્યું કે મુંબઇ પોલીસે બિહાર પોલીસને સહયોગ કરવો જોઇએ. સિનિયર એડવોકેટ આ કામ માટે લાગેલા છે, મજબૂતીની સાથે જવાબદારી નિભાવી છે. તો આખા કેસમાં એવા સમાચાર મળી રહ્યા છે કે મુંબઇ પોલીસ તપાસ માટે પહોંચેલ બિહાર પોલીસને સહયોગ કરતી નથી.

નીતીશ કુમારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ બિહારમાં કેસ નોંધાવ્યો છે. પોલીસનું કામ છે તેના પર તપાસ કરવાનું. આ અમારા લોકોનો રોલ નથી. જેમણે કેસ નોંધાવ્યો છે, જો તેઓ કહેશો તો રાજ્ય સરકાર આગળ કંઇક એકશન લેશે. આ તપાસમાં બે રાજ્યની વચ્ચે ઝઘડાનો પ્રશ્ન જ નથી. હા જો સુશાંતના પિતાની તરફથી માંગણી કરાશે તો સીબીઆઈ તપાસ શકય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here