સુશાંતના પરિવારના વકીલે કહ્યું- આ આત્મહત્યા નથી હત્યા છે

0
17
Share
Share

મુંબઈ,તા.૦૩

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા નવા ટિ્‌વસ્ટ સામે આવી રહ્યા છે. હવે સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે દાવો કર્યો હતો કે પરિવારનું માનવું છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. વિકાસસિંહે સ્પષ્ટ શબ્દોમાં હત્યાનો મામલો બતાવી દીધો છે. તેણે મુંબઈ પોલીસના વર્તન અને તપાસ ઉપર પણ સવાલ ઉભા કરી દીધા છે. વિકાસસિંહે મીડીયા સાથે વાતચીત કરતા સમયે દાવો કર્યો છે કે મુંબઈ પોલીસે ક્યારેય તેને અથવા તો પરિવારને કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. તેમના મુજબ જો પોલીસની તરફથી પહેલા જ દરેક જાણકારી શેર કરવામાં આવતી તો આ કેસ અલગ જ દિશામાં આગળ વધ્યો હોત. સ્ટેટમેન્ટની ભાષાને લઈને પણ કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે.

વિકાસ સિંહે આ વાતને લઈને આપત્તી દર્શાવી છે. મુંબઈ પોલીસે જે સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું તે મરાઠી ભાષામાં હતું. સુશાંતના પરિવારને તે ભાષાની સમજ નથી. પરંતું પોલીસે તે જ સ્ટેટમેંટને  સુપ્રીમ કોર્ટમાં બંધ કરવામાં હાજર કર્યું. વકીલના કહેવા મુજબ પહેલા એવું લાગી રહ્યું હતું કે સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવામાં આવ્યો હતો. આ વાતનો ઉલ્લેખ પટનામાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પણ હતો. પરંતુ હવે પરિવારનું માનવું છે કે આ મામલો માત્ર ઉકસાવવાનો નથી. પરંતુ સુશાંતની હત્યા કરવામાં આવી છે. થોડા સમય પહેલા સુશાંતના પિતાએ પણ કહ્યુ હતું કે મારા દિકરાની ઝેર આપીને હત્યા કરી છે.

દરેક અપરાધીઓને સજા મળવી જોઈએ.  પરંતુ તે સમયે પિતાના નિવેદન ઉપર વિકાસ સિંહે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ આ પહેલી વખત વિકાસ સિંહે પણ કહ્યું છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. એવામાં આ કેસને લઈને ફરી એક વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ સીબીઆઈને અત્યારસુધીની તપાસમાં હત્યાના કોઈ પૂરાવો નથી મળ્યો. સીબીઆઈ હજુ પણ તે પહેલુ  ઉપર તપાસ કરી રહી છે. પરંતુ પાક્કા પુરાવા હજુ સુધી હાથે લાગ્યા નથી. આ સમયે ડ્રગ એંગલ ઉપર વધારે જોર આપવામાં આવી રહ્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here