સુરેશ રૈના ફરી એકવાર સીએસકેની ટીમ સાથે જોડાઇ શકે છે

0
27
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

આઇપીએલની ૧૩મી સિઝન છોડીને યુએઇથી ભારત પોતાના ઘરે આવી પહોંચ્યો છે. આ બધાની વચ્ચે અટકળો છે કે સુરેશ રૈના ફરી એકવાર સીએસકેની ટીમ સાથે જોડાઇ શકે છે. પરંતુ રૈના ભારતમાં આવીને એકદમ રોમેન્ટિક મૂડમાં આવી ગયો છે. તેને તાજેતરમાં જ પોતાની પત્ની પ્રિયંકા માટે એક ખાસ ટ્‌વીટ કર્યુ છે,

જે ચર્ચાનો વિષય બનીને વાયરલ થઇ ગયુ છે. સુરેશ રૈનાએ ટ્‌વીટર પર પોતાની પત્ની પ્રિયંકા રૈના માટે એક પ્રેમભર્યો ઇજહાર કર્યો છે. તેને પત્ની સાથે પોતાની તસવીર શેર કરતાં તેને દિલને સ્પર્શી લે તેવી કેટલીક પંક્તિઓ પણ કહી છે. સુરેશ રૈનાએ ટ્‌વીટર પર લખ્યું- મારી એક જ ઇચ્છા છે કે તુ ખુદને મારી આંખોથી જો, ત્યારે તે અનુભવી શકે છે કે તુ મારા માટે કેટલુ મહત્વ રાખે છે, અને હું તને કેટલો પ્રેમ કરુ છું,

તુ છે અને હંમેશા રહીશ પ્રિયંકા રૈના. રૈનાની આ પૉસ્ટ પર કેટલાક ફેન્સ કૉમેન્ટ કરીને તેના પ્રસંશા કરી રહ્યાં છે, કેટલાક ફેન્સ તેને આઇપીએલ ૨૦૨૦માં પાછો ફરવાનો અનુરોધ કરી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here