સુરેન્દ્રનગર : હત્યા કેસનો ફરાર આરોપી જારાવરનગરથી ઝડપાયો

0
25
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૩

જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની કડક સુચનાને પગલે ભારે ગુન્હાના આરોપી પેરોલ પર છુટયા પછી હાજર ન થતા ઝડપી લેવા સુચના આપી હતી.

જીલ્લા પોલીસ વડાની સુચનાને પગલે એલસીબીના પીએસઆઈ ઢોલ, વી.આર.જાડેજા તથા સ્ટાફના માણસોની ટીમ બનાવી સુરેન્દ્રનગરના મર્ડર કેસના આરોપીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દિવસના પેરોલ પર છુટી ફરી જેલમાં હાજર નહી થતા સદર હું આરોપી રફીક ઉર્ફે હાજી યુનુસભાઈ મોહન સુરેન્દ્રનગર બી.ડીવીઝન પ્રોહી. ગુન્હામાં પણ ભાગેડુ હોય પુર્વ બાતમીને આધારે મજકુર આરોપીને જોરાવરનગર બાયપાસ પાસેથી પકડી લેવામાં આવેલ છે.

એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા પો.સ.ઈ. વી.આર.જડેજા તથા એસ.એસ.આઈ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા જાસુરભા લાભુભા તથા ઋતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા હીતેષભાઈ જેસીંગભાઈ તથા અમરકુમાર પ્રવિણભાઈ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂઘ્ધસિંહ અભેસંગભા તથા દિલીપભાઈ ભુપતભાઈ તથા અશ્વીનભાઈ ઠારણભાઈ તથા અનિરૂઘ્ધસિંહ ભરતસિંહએ બજાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here