સુરેન્દ્રનગર : વિદેશી દારૂના ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ

0
26
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૩

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ ગુન્હાખોરી આચરી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા આપેલ સુચનાને પગલે એલસીબી પોલીસ ઈન્સ. ઢોલ તથા વી.આર.જાડેજાએ અલગ અલગ ટીમો બનાવી થાનગઢ તથા વાંકાનેર તાલુકાના ગુન્હેગારને ઝડપી લેવા ટીમો કામે લગાડી હતી. આ ટીમમાં પોલીસ કર્મચારીઓએ જીવણટ ભરી તપાસને અંતે વાંકાનેર તેમજ થાનગઢના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ફારૂક અલ્લારખા ઉર્ફે ઈબ્રાહીમભાઈ ભટ્ટીને પૂર્વ બાતમીને આધારે થાનગઢમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા પો.સ.ઈ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઈ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા હીતેષભાઈ જેસીંગભાઈ તથા અમરકુમાર કનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઈ પ્રવિણભાઈ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂઘ્ધસિંહ અભેસંગભા તથા દીલીપભાઈ ભુપતભાઈ તથા સંજયસિંહ ઘનશ્યામ તથા અશ્વિનભાઈ ઠારણભાઈ તથા અનિરૂઘ્ધસિંહ ભરતસિંહએ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here