સુરેન્દ્રનગર : લાંચ કેસમાં જીએસટીના ઇન્સપેકટરને ૧૦ દિવસમાં સરન્ડર થવા સુપ્રિમનો હુકમ

0
22
Share
Share

આરોપીના આગોતરા જામીન નકારી દેતી સુપ્રિમ કોર્ટ

સુરેન્દ્રનગર તા. ર૧

સુરેન્‌દ્રનગર જીલ્લાના ચુડા, લીંબડી તથા બોરાણા ખાતે ત્રણ જુદી જુદી દુકાનો ધરાવતા તેમજ બોરાણામાં ગોડાઉન ધરાવનાર યુવાનના પિતાએ એસીબીમાં કરેલી ફરીયાદ મુજબ સુરેન્‌દ્રનગરના જીએસટી ઇન્સ્પેકટર વર્ગ-ર ગૌરવ સુદર્શનકુમાર અરોરાએ તેમના પુત્રના ગોડાઉન ચેક કરી આ ગોડાઉન મંજૂરી વગર રાખ્યા છે તેવું જણાવી પાંચ લાખ દંડ થશે તેમ કહ્યું હતું. બાદમાં કાયદેસર ન કરવા અને દંડની અવેજ પેટે રૂા.૭પ હજારની લાંચ માંગી હતી જે લાંચની રકમ સ્વીકારતા ઇન્સ્પેકટર ગત તા.૭-રના રોજ એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા.

આ કેસમાં જીએસટી ઇન્સ્પેકટર ગૌરવ સુદર્શનકુમાર અરોરાએ પ્રથમ સેસન્સ કોટર્માં આગોતરા જામીન અરજી કરી હતી. જે નામંજૂર થઇ હતી જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરી હતી. બાદમાં આરોપીએ હાઇકોટર્માં અરજી કરી હતી. જે અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ ક્રિનાબેન કેલાએ દલીલો કરી હતી.

બાદમાં આરોપી ઇન્સ્પેકટર ગૌરવ અરોરાએ સુપ્રિમ કોટર્માં આગોતરા જામીન અરજી કરી હતી જે જામીન અરજી પણ સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી આરોપીને ૧૦ દિવસમાં સરેન્ડર થવા આદેશ કર્યો છે. સેશન્સ કોટર્થી લઇ સુપ્રિમ સુધી આરોપી સામે એસીબીની ટીમે સબળ પુરાવાઓ રજુ કરતા આરોપી માટે આગોતરા જામીનનો માર્ગ મુશ્કેલ બની ગયો છે અને સર્વોચ્ચ અદાલતે તેને હાજર થવા આદેશ કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here