સુરેન્દ્રનગર: પૌત્રી જન્મ ઉપર દાદાએ બેન્ડવાજા સાથે આવકારી

0
23
Share
Share

એકના એક દીકરાના ઘરે લક્ષ્મીની પધરામણી થઈ જે અંગે ખુશી વ્યક્ત કરી દાદાએ પુત્રીને જગત જનની ગણાવી

સુરેન્દ્રનગર,તા.૨૮

ભારતમાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સમય બદલાતા લોકોના વિચાર બદલાયા છે. પરંતુ દીકરીઓના મામલે હજી પણ લોકોના વિચાર બદલાયા નથી. દીકરીની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેટી બચાવો માટેના અભિયાનને તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા કરીમભાઈ મુલતાનીના પરિવારમાં દીકરીનો જન્મ થતા તેમણે આ અવસરને વધાવ્યો હતો. દીકરીની વધામણાના પ્રસંગને લોકો જોતા રહી ગયા હતા. ધાંગ્રધાના કરીમ મુલતાની દાદા બન્યા છે. તેમના દીકરાના ઘરમાં દીકરીનો જન્મ થયો છે. ત્યારે આજરોજ વ્હાલસોયી પૌત્રીનું આગમ થતા જ મુલતાની પરિવાર માટે આજનો દિવસ તહેવાર જેવો બની ગયો હતો. ઘરમાં પૌત્રી તથા વહુને ધામધૂમથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ફૂલો ઉછાળીને તથા બેન્ડબાજા સાથે દાદાએ પૌત્રીનું સ્વાગત કર્યું હતું. આ મુસ્લિમ પરિવાર પણ બેટી બચાવોના સૂત્રને સાર્થક કરી રહ્યા છે. કરીમભાઈ કહે છે કે  આ વિશે કરીમભાઈએ કહ્યુ કે, દીકરી જગત જનની છે. મારા એકના એક દીકરાના ઘરે લક્ષ્મીજીની પધરામણી થઈ તેની મને ખુશી છે. આ દીકરીના જન્મને વધાવવા માટે મારે મોટો કાર્યક્રમ પણ કરવાનું આયોજન હતું. પણ કોરોનાના કારણે ફક્ત ઘરના લોકો ભેગા થઈને અમે આ દીકરીનું તેમજ તેને જન્મ આપનાર માતાનું સ્વાગત કર્યું છે. દીકરી દીકરી બંને એક સમાન છે. પરંતુ દીકરી વ્હાલનો દરિયો છે. લોકો પણ દીકરીને આગળ લાવે તેવી મારી અપીલ છે. વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું જે સૂત્ર આપવામાં આવ્યું છે તે માટે લોકો પણ સાથ અને સહકાર આપે તેવી મારી અપીલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here