સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે પ્રિન્ટીંગ પ્રેસ ધારકોએ અનુસરવાની માર્ગદર્શીકા

0
16
Share
Share

સુરેન્દ્રનગર તા. ૯

સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી – ૨૦૨૦ ના સંદર્ભમાં ૬૧-લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી સબંધેના પ્રકાશનો, અને પોસ્ટરોના છાપકામ ઉપર જરુરી નિયંત્રણો મૂક્યા છે.

જે અંતર્ગત ચૂંટણી પંચની સુચના મુજબ કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ કે સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધિ કરાવી શકશે નહી.

આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મુદ્રકને આપી હોય, અને લખાણ છપાયા પછી મુદ્રકે યોગ્ય સમયની અંદર લખાણની એક નકલ અને એકરારની એક નકલ રાજયના પાટનગરમાં છાપવામાં આવી હોય તો મુખ્ય ચૂંટણી અધિકારીને અને બીજા પ્રસંગે જે તે જિલ્લામાં છાપવામાં આવ્યું હોય તો તે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને મોકલી હોય.

વધુમાં હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈ પણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક’ એ શબ્દનો તે પ્રમાણે અર્થ થશે અને ચુંટણીને લગતું ચોપાનીયું અથવા ભીંતપત્ર એટલે ઉમેદવાર કે ઉમેદવારોના જૂથની ચૂંટણીની તકો વધારવા કે તેને પ્રતિકુળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કાંઈ છાપેલું ચોપાનીયું કે હેન્ડબીલ અથવા બીજું લખાણ અથવા ચૂંટણીને લગતું ભીંતપત્ર એવો અર્થ થાય છે. પરંતુ માત્ર ચૂંટણીસભાની તારીખ, સમય, સ્થળ અને બીજી વિગતો આપતા અથવા ચૂંટણી એજન્ટ કે કાર્યકરોને કામકાજ અંગેની સૂચનાઓ હેન્ડબીલ કે ભીંતપત્રોનો તેમાં સમાવેશ થતો નથી.ઉક્ત જણાવ્યા મુજબની જોગવાઈઓનું ચૂસ્ત પણે પાલન કોઈ પણ વ્યક્તિ, ઉમેદવાર, પાટર્ી, એજન્ટ, કાર્યકર કે પ્રિન્ટીંગ પ્રેસના માલિક અને મુદ્રકે કરવાનું રહેશે. જો કોઈપણ તરફથી આ જોગવાઈઓનો ભંગ કર્યેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.   આ અંગેના છાપેલા સાહિત્યની ચાર નકલો તથા એકરારની એક નકલ જે જિલ્લામાં છાપકામ થયેલ હોય તે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને તેમના જિલ્લામાં છાપકામ કરેલ  હોય તો અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને છાપકામની વિગતો દિવસ – ૩ માં અચૂક મોકલવાની રહેશે.  આ અંગે વધુ સ્પષ્ટતા કરવાની કે, દરેક પેમ્પલેટ કે સાહિત્ય કે પોસ્ટરો માટે અલગ – અલગ ડેક્લેરેશન અલગ-અલગ વ્યક્તિઓ માટે અલગ-અલગ ભરીને નિયત સમયમાં આપવાના રહેશે.

ઉમેદવારની દૈનિક વર્તમાનપત્ર/પ્રિન્ટ મીડીયાની જાહેરાતના કિસ્સામાં દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપ્યાનું ધ્યાને આવશે ત્યારે, જો આવી જાહેરાત ઉમેદવારની સંમતિથી અગર તેના ધ્યાનમાં હોય અને વર્તમાનપત્રમાં અપાયેલ હોય તો તે સબંધિત ઉમેદવાર દ્વારા માન્ય એટલે  કે તેની સંમતિથી આપવામાં આવેલ છે તેમ ગણાશે અને તે જાહેરાતનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરાશે. જો જાહેરાત માટે ઉમેદવારની સંમતિ મેળવવામાં નહીં આવેલ હોય તો પ્રકાશક સામે કાર્યવાહી કરવામાં આવશે અને ઉમેદવારની લેખિત સંમતિ વગર તે ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે. જો જાહેરાતમાં પ્રકાશકની ઓળખ બતાવવામાં નહીં આવેલ હોય તો સબંધિત દૈનિક વર્તમાનપત્રનો સંપર્ક કરી માહિતી મેળવી કાયદેસરના પગલા લેવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની આ માર્ગદર્શિકાઓ / સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા સબંધકર્તાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here