સુરેન્દ્રનગરમાં પ્રૌઢની હત્યા નિપજાવતા અજાણ્યા શખ્સો

0
18
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૭

સુરેન્દ્રનગરમાં એક પ્રૌઢનુ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દઈ અજાણ્યા શખ્સો નાસી છુટયાની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં ગંગાનગર હુડકોમાં રહેતા મુળ ખમીયાણા ગામના મહેશભાઈ સાગરભાઈ સાંતલપરા નામના કોળી યુવાને પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે, ખમીયાણા ગામે તેમના માતાજીનાં પ્રસાદનું આયોજન થયુ હોવાથી સૌ પરીવારનો ખમીયાણા ગામે ગયા હતા.

જ્યાં પ્રસાદ લીધા બાદ તેમના ભાભુ કસ્તુરીબેન અને તેમનો પુત્ર ઘનશ્યામ રાત્રીના નવેક વાગ્યે ખમીયાણાથી સુરેન્દ્રનગર ચાલ્યા ગયા હતા જ્યારે પોતે મહેશભાઈ તેમના દાદા રૂપસીંગભાઈના ઘરે હતા ત્યારે પિતા સાગરભાઈ તળશીભાઈ સાંતલપરાએ આવીને સાગરને રોકાવાનુ કહી સુરેન્દ્રનગર ચાલ્યા ગયા હતા.

દરમિયાન સાગરના દાદાનો પુત્ર મેરુભાઈ અચાનક સુરેન્દ્રનગર આવતો રહેતા શંકા જતા સાગરભાઈ પણ બીજાનુ બાઈક માંગી મારતે ઘોડે સુરેન્દ્રનગર પહોંચતા પિતા સાગરભાઈની લોહી નીકળતી લાશ ઘરના ફળીયામાં ખાટલામાં પડેલી જોવા મળતા સાગર હેબતાઈ ગયો હતો. કાયમ શેરીમાં ખાટલે રાત્રીના સુતા સાગરભાઈને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયાનુ બહાર આવતા આ બાબતે સુરેન્દ્રનગર સીટી એ.ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના કહેવા મુજબ મૃતક સાગરભાઈને એકમાત્ર પુત્ર મહેશ છે. સાગરના માતા અગાઉ મૃત્યુ પામ્યા છે. સાગરભાઈની હત્યાનુ શું કારણ હોઈ શકે ? તે બાબતે તપાસ હાથ ધરાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here