સુરેન્દ્રનગરમાં એક યુવાને ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

0
12
Share
Share

સુરેન્દ્રનગર,તા.૨૩
સુરેન્દ્રનગરના જીનતાન રોડ માતૃછાયા હનુમાનજીની દેરી પાસે રહેતા યુવાને પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવાનને આવતાં ડરામણાં સ્વપ્નાથી આ પગલું ભર્યું હોવાનું અને પરિવારને પણ અન્ય કોઈ શંકા ન હોવાનું બહાર આવ્યું હતું. મયૂરરાજસિંહ ઉર્ફે ચિન્ટુ પ્રવીણસિંહ ઝાલા સુરેન્દ્રનગરમાં જ પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરીને પરિવાર સાથે રહેતા હતા. ૨૧ ફેબ્રુઆરીએ મયૂરરાજસિંહે ઘરે પંખા સાથે દોરી બાંધીને જીવન ટૂંકાવી નાંખતાં પરિવારજનો તેમજ વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
આ બનાવની જાણ થતા ઘટના સ્થળે બી-ડિવિઝનના ગણપતભાઈ દેવથળા, ગીરીરાજસિંહ રાઠોડ, દિલીપસિંહ મસાણી સહિતની ટીમ દોડી ગઇ હતી. અને મૃતકને ૧૫ દિવસથી ડરામણાં સ્વપ્નાં આવતાં હોવાથી ન તો તે કામ કરી શકતો કે ન તે રાત્રે સૂઈ શકતો હતો. મયૂરાજસિંહ નાના હતા ત્યારે પણ ડરામણાં સ્વપ્નાં આવતાં હતાં અને ધાર્મિક વિધિ કરાવતાં તે બંધ થઈ ગયા હતા. ફરીથી આ પરિસ્થિતિ સર્જાતા દિકરાએ આવુ પગલુ ભર્યાનું તેમજ બીજુ કોઇ કારણ ન હોવાનું પરિવારજનોના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here