સુરેન્દ્રનગરમાં અંબાજી મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0
27
Share
Share

સુરેન્દ્રનગર તા.12

સુરેન્દ્રનગર માનવ મંદિર પાસે આવેલ પ્રેરણા સોસાયટીની બાજુમાં મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરીને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મા અંબાજીની મૂર્તિનું પૂજા-અર્ચના અને વિધિવિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી યજ્ઞ સંપન્ન કરાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય યજમાન પદે માધવલાલ પ્રભુદાસ પરમાર પરિવાર ના સ્વજનો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંબા ધામ રેસીડેન્સી ના સ્થાનિક રહીશો દ્વારા મા અંબાની કૃપા પ્રાપ્ત કરવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ મૂર્તિ રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here