સુરેન્દ્રનગરનાં ત્રણ શખ્સો પાસા તળે જેલ હવાલે કરાયા

0
15
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૬

ઝાલાવાડમાં અસમાજીક પ્રવૃતિ કરતા માથાભારે શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા જીલ્લા પોલીસ વડાએ ખંડણી, લુંટ, મારામારી, અપહરણ અને દારૂ જેવા ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સો સામે પાસાનુ શસ્ત્ર ઉગામી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃતિને ડામી દેવા અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ કુંભારપરામાં રહેતો અશ્વિન મયા કાટોડીયા, મુલચંદ રોડ પર રહેતો નવઘણ મેપા ખાંભા અને જીલા ખોડા જાદવ નામના શખ્સો જમીન પચાવી પાડી અને ખંડણી જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયાનુ ખુલતા તેની સામે કરેલી પાસાની દરખાસ્તને જિલ્લા કલેકટરે મંજુરીની મ્હોર મારતા એલ.સી.બી.ના પીએસઆઈ વી.આર.જાડેજા સહીતના સ્ટાફે વોરંટની બજવણી કરી અશ્વિનને વડોદરા, જીલાને સુરત અને નવઘણને ભુજની જેલ હવાલે કરવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here