સુરેન્દ્રનગરઃ હત્યા કેસમાં પેરોલ જમ્પ આરોપી પિસ્તોલ સાથે ઝડપાયો

0
15
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.ઢોલની સુચના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ટીમે તપાસ હાથ ધરતા આરોપી ધ્રાંગધ્રા, મુળી તથા હળવદ તાલુકાના ગામોની સીમ વિસ્તારમાં આશરો લેતો હોવાની ખાનગી હકીકત મળતા અલગ-અલગ ટીમો દ્વારા શંકાસ્પદ સીમ વિસ્તારોની સઘન તપાસ કરવામાં આવેલ હતી. મળેલ કે આરોપી પરેશભાઇ હમીરભાઇ રબારી રહે.ધ્રાંગધ્રા, નરશીપરા તા.ધ્રાંગધ્રા વાળો હાલે મુળી તાલુકાના સરા ગામે હળવદ બસ સ્ટેન્ડ ખાતે રહેતા સોહીલ કાસમભાઇ દીવાનના રહેણાંક મકાનમાં છુપાયેલ છે. એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ તથા સ્ટાફની ટીમો દ્વારા રહેણાંક મકાનને ચારેબાજુથી કોર્ડન કરી છાપો મારી આરોપી પરેશભાઇ હમીરભાઇ કલોતરા રબારી ઉવ ૫૪ રહે.ધ્રાંગધ્રા, નરશીપરા , દલવાડીની ભોજનશાળા પાસે, વાળાને ઝડપી લીધો હતો.

આરોપીની અંગ ઝડતી કરતા તેના કબ્જમાંથી એક દેશી હાથ બનાવટની લોખંડની પોસ્ટલ કિ.રુ .૨૫,૦૦૦ તથા નંબર પ્લેટ વગરનું બજાજ -૧૦૦ મો.સા. ચેસીસ નંબર ૨૧૮૫૨૧૩૧૭ તથા એજીન નંબર ૭૬૫૮૭ વાળુ કી.રુા .૧૫,૦૦૦ સાથે મળતા ઇસમની હથિયાર તેમજ મોટર સાઇકલ બાબતે પુછપરછ કરતા હથીયાર પીસ્તોલ વિરેન્દ્ર ઉર્ફે વેદતો સન / ઓફ ભાયાભાઇ દલસીંગભાઇ લોહારીયા જાતે આદીવાસી રહેછાપરીયા ગામ તા.સોંઠવા જી.અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ વાળા પાસેથી એકાદ વર્ષ પહેલા રુ .૨૮,૦૦૦માં વેચાતું લીધેલ તેમજ મોટર સાયકલ બે મહીના પહેલા રમેશભાઇ રજપુત રહે.ચિત્રોડી , મોરબી વાળા પાસેથી રુા .૧૫,૦૦૦માં લીધેલ હોવાનું તેમજ પેરોલ જમ્પ દરમ્યાન પોતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા, લખતરમાં ગુન્હાઓ આચરેલ હોવાની કબુલાત આપી હતી.

આ કામગીરીમાં એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા પો.સ.ઇ વી.આર.જાડેજા, પો.હેડ.કોન્સ. જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ, પો.કોન્સ . કલ્પેશભાઇ જેરામભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ.કોન્સ.ભરતસિંહ હમીરભા તથા ગુલામરસુલ કામસભાઇ તથા પો.કોન્સ . અજયસિંહ વિજયસિંહ તથા ભગીરથસિંહ અનિરુધ્ધસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અશ્વિનભાઇ કરશનભભાઇ તથા સંજયભાઇ પ્રવીણભભાઇ તથા એ રીતેની ટીમ દ્વારા પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here