સુરેન્દ્રનગરઃ પાટડી નજીક વિદેશી દારૂની ૩૬૦ બોટલ સાથે પીકઅપ વાન ઝબ્બે

0
21
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૬

બજાણા પોલિસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે પાટડીથી માલવણ હાઇવે ચિક્કાર વિદેશી દારુ ભરેલી મેક્સ પીક અપ ગાડી આવતી હોવાની બાતમીને આધારે છટકું ગોઠવ્યું હતુ. જેમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલી ગાડીને આંતરવા છતાં ચાલકે ગાડી ઉભી ન રાખી હંકારી જતા પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ગાડીના ચાલકે ગાડી આશીયાના હોટલ પાસે ઉભી રાખી દિવાલ કૂદીને પોલિસને ચકમો આપીને બાવળીયાની આડમાં ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડીમાંથી વિદેશી દારુની ૩૬૦ બોટલો અને મેક્સ પીક અપ ગાડી મળી રુ. ૫૫૭૨૦૦ના મુદામાલ સાથે ગુન્હો દાખલ કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડામાં બજાણાપીએસઆઇ એમ.કે.ઇશરાની, પરિક્ષિતસિંહ ઝાલા, શૈલેષભાઇ, અજયસિંહ, મયુરભાઇ જોડાયા હતો.

જયારે થાન પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે રુપાવટીથી મોરથળાના રસ્તે શંકાસ્પદ હાલતમાં પસાર થતા બાઇક સવારને રોકી તપાસ કરાઇ હતી. જેમાં થાનના વાદીપરામાં રહેતા ૨૫ વર્ષીય પીન્ટુભાઇ મોતીભાઇ રાજાણી અને હીરાણામાં રહેતા ૨૩ વર્ષીય મનસુખભાઇ મગનભાઇ રંગપરાને વિદેશી દારુની ૧૦ બોટલ કિંમત રુપિયા ૩ હજાર અને રુપિયા ૧૫ હજારના બાઇક સહિત રુપિયા ૧૮ હજારના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. આ કાર્યવાહીમાં પીએસઆઇ એન.પી.ચાવડા, બટુકભાઇ, ગોવિંદભાઇ સહિતનો સ્ટાફ રોકાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here