પોલીસ યૂનિફોર્મમાં રણબીર કપૂરનો નવો લૂક વાયરલ થયો

0
22
Share
Share

અભિનેતા રણબીર કપૂરના જૂના પ્રોજેક્ટની વાત કરીએ તો ટૂંક જ સમયમાં તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ કરાશે

મુંબઇ,તા.૧૪

કોરોના વાયરસ બાદ દેશમાં લોકો લોકડાઉનનાં નિયમોમાં હવે ઘણી છૂટ આપી ગઇ છે. જે બાદ હવે તમામ પોત પોતાનાં કામે વળગી ગયા છે. મનોરંજન જગતે પણ મહીનાઓની તાળાબંદી બાદ કામે વળગી ગાય છે. તમામ સુરક્ષા ઇંતઝામો વચ્ચે ફિલ્મો અને સીરિયલ્સની શૂટિંગ શરૂ થઇ ચૂકી છે. એવામાં રણબીર કપૂર કામ પર પરત આવી ગઇ છે. આ વચ્ચે રણબીર કપૂરની એક તવસીર સોશિયલ મીડિયા પર ઘણી તેજીથી વાયરલ થઇ રહી છે. જેમાં તે પોલીસ યુનિફોર્મમાં નજર આવે છે. એક્ટરની આ તસવીર જોઇને તેનાં ફેન્સ ઘણાં જ ઉત્સાહિત થઇ ગયા છે.

પોલીસ યૂનિફોર્મમાં રણબીર કપૂર શૂટિંગ માટે નીકળતો નજર આવે છે. એક્ટરની પાસે પોલીસની ગાડી ઉભેલી નજર આવે છે અને તે પોલીસ યુનિફોર્મમાં. અન્ય એક તસવીરમાં તે ખુરશી પર બેઠેલો નજર આવે છે. જ્યાં તેની સાથે તેનાં કો-સ્ટાર પણ નજર આવે છે. રણબીર કપૂરનો આ લૂક તેનાં ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે. એવામાં ચાહકો પૂછી રહ્યાં છે કે આ કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે કે પછી આ એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ છે. રણબીરનાં જૂના પ્રોજેક્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં તેનું  બ્રહ્માસ્ત્ર રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ છે. હાલમાં રણબીર શ્રદ્ધા કપૂરની સાથે કોઇ ફિલ્મનાં ડિશ્કશન માટે નજર આવ્યો હતો. તે શ્રદ્ધા સાથે આગળ કોઇ પ્રોજેક્ટ પર કામ કરતો નજર આવે તો નવાઇ નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here