સુરત: ૨૮ વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે બ્લેકમેલ કરતા યુવકે કર્યો આપઘાત

0
18
Share
Share

સુરત,તા.૨૯

સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને ૨૮ વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને ૧૮ વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘરમાં જુવાનજોધ દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. અને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં ૧૮ વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો.

ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી ૨૮ વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પણ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી. પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે. પણ આ યુવતી ૧૮ વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી ૧૮ વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો

અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો. પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો. અને તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો. અને દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી. પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here