સુરત: સૈન્ય અધ્યક્ષ જનરલ નરવણેએ હોવિત્ઝરને હજીરામાં આપી લીલી ઝંડી

0
21
Share
Share

સુરત,તા.૧૯

ગુજરાતની ડાયમન્ડ સિટીમાં બનેલી તોપ સૈન્યમાં સામેલ થઇ ગઇ. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ૧૦૦મી કે૯ વ્રજ ટેંકને લીલી ઝંડી બતાવી સૈન્યમાં સામેલ કરી હતી. લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ આ હોવિત્ઝર તોપ સુરતના હજીરામાં બની છે. લાર્સન એન્ડ ટૂબ્રોએ કોરિયન કંપનીના સહકારથી તૈયાર કરી છે. દેશની આ પ્રથમ ટેન્ક છે, જે ખાનગી ક્ષેત્રમાં નિર્માણ પામી છે. ભારતના સૈન્ય અધ્યક્ષ જનરલ નરવણે, પીવીએસએમ એવીએસએમ, એસએમ, વીએસએમ, ડીસીએએ ગુરુવારે ૧૦૦મી કે૯ વ્રજટેંક, ૧૫૫એમએમ/૫૨ કેલિબરની સ્વસંચાલિત હોવિત્ઝર તોપ સુરત નજી હજીરાના એલ એન્ડ ટી આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સમાં લીલી ઝંડી દેખાડી રવાના કરી હતી.

૧૦૦મી હોવિત્ઝરની ડિલીવરી એલ એન્ડ ટીએ સમય પહેલાં જ કરી દીધી. કંપનીએ મે ૨૦૧૭માં કરાર કર્યો હતો. એલએન્ડટીએ કે૯ વજ્રના નિર્માણ માટે દક્ષિણ કોરિયન કંપની હનવા ડિફેન્સનો સહકાર લીધો. કે૯ વ્રજ ટેંક સ્વસંચ્લિત છે. તેને ટ્રક સાથે ટો કરીને લઇ જવી પડતી નથી. તો ૩૦ સેકન્ડમાં ૪૦ કિમી સુધીના દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે. તેની સાથે જ તુરત જ પોતાનું સ્થાન બદલી શકે છે. જેથી તે દુશ્મનોના નિશાન પર ન આવે. ૫૦ ટનની આ હોવિત્ઝર શૂન્ય ડિફેન્સમાં ફરી શકે છે.

એટલે કે તેને ફરવા માટે વધુ જગ્યા જોઇતી નથી. સૈન્યની જરુરિયાતોને ધ્યાનમાં રાખી આ ટેન્ક ડિઝાઇન કરાઇ છે. સાથે પર્યાવરણ નિયંત્રણ અને સલામતીનું પણ તેમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. એલએન્ડટીની વેપન સિસ્ટમ નિષ્ણાતોની ટીમે દક્ષિણ કોરિયાની હાન્વા ઓટોમેશન કંપનીમાં ટ્રેનિંગ લીધી હતી. તેમણે પાંચ સંરક્ષણ ઉત્પાદન એકમોની ટીમોને તાલીમ આપી હતી. તેથી કે૯ વજ્ર હોવિત્ઝર તોપના ૫૦ ટકાથી વધુ પાર્ટ દેશમાં જ નિર્માણ થયા છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની અલગ અલગ કંપનીઓમાં તૈયાર થયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here