સુરત: સીએમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો

0
17
Share
Share

સુરત,તા.૦૩

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિવાદમાં રહેલા ૧/૮/૨૦૧૮ના પરિપત્રને રદ્દ કરતા આપેલા ચુકાદા બાદ રાજ્ય સરકાર હરકતમા આવી ગઈ છે. કેમકે આ પરિપત્ર વિવાદમાં જ આંદોલન શરૂ થયું હતું અને આના કારણે ગુજરાતમાં ફરી વર્ગવિગ્રહનો ભય હતો. તેથી આ વિવાદિત મામલો ઉકેલવાની જવાબદારી વિજય રૂપાણીએ સી.એમ.ઓના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાશનાથને સોંપી છે. જેઓ હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે ઉપરાંત તેની અસરોનું પણ અધ્યન કરશે.

હાઇકોર્ટના ચુકાદાના પગલે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાશનાથને જીપીએસસીના ચેરમેન દિનેશ દાસા અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં રાજ્ય સરકારની અટકી પડેલી ભરતી પ્રક્રિયા તેમજ પરિણામ જાહેર કરવાના બાકી હોય તેવી ભરતી પ્રક્રિયા સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિવાદિત રહેલા આ પરિપત્રના કારણે તાજેતરમાં જ ઉગ્ર આંદોલન થયા હતા જેમાં રાજ્ય સરકાર પણ આ કોયડો ઉકેલવા માટે મથામણ કરતી હતી અને સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો.

જોકે કોર્ટે આપેલા ચુકાદા બાદ હવે રાજ્ય સરકાર સરકારી ભરતીઓ કેવી રીતે સુપેરે પાર પાડશે તે જોવું રહ્યું. હાઈકોર્ટના નિર્ણય બાદ વિજય રૂપાણી એ મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન અને અન્ય સિનિયર અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસીના અધ્યક્ષ સાથે કે કૈલાસનાથને પ્રથમ બેઠક કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here