સુરત સિવિલમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું કામ શરૂ,

0
23
Share
Share

‘આગનો ધુમાડો ફેલાય એટલે જાતે એલાર્મ વાગશે, કન્ટ્રોલમાં જાણ થઇ જશે’

સુરત,તા.૮

સરથાણાના તક્ષશિલાની ઘટના બાદ અમદાવાદની હોસ્પિટલમાં આગની ઘટના બનતા કોરોનાના આઠ દર્દીના મોત થયા હતા. તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જરૂરી ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ હતી. ત્યારબાદ હવે આધુનિક ફાયર સિસ્ટમ શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ આધુનિક ફાયર સિસ્ટમ શરૂ કરવા માટે અંદાજે દોઢથી બે કરોડનો ખર્ચ થવાની શક્યતા સેવાય રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં બંધ પડેલી ફાયર સિસ્ટમને બદલી કરવી કે તેને રીપેરીંગ કરવા અંગે ફાયર સિસ્ટમ શરૂ કરવા માટે રાજ્યના અધિકારી આરોગ્ય વિભાગના અધિકારીએ લાંબા સમયથી ૧૨થી વધુ વખત રજૂઆત કરવામાં આવી હતી. પણ સરકારે ધ્યાન નહી આપતા દર્દી તથા ફરજ બજાવતા ડોક્ટર સહિતના કર્મચારીઓ ભગવાન ભરોસે હતા.

તાજેતરમાં અમદાવાદની હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ નવી સિવિલની ફાયર સેફ્ટી સિસ્ટમ શરૂ કરવા સૂચના અપાઇ હતી. સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગમાં વોર્ડ, ઓ.પી.ડી સહિતના વિભાગ તથા ટ્રોમા સેન્ટર, મેડીકલ સ્ટોર, રેડીયોલોજી વિભાગ, તબીબી અધિક્ષક કચેરી સહિતના વિભાગમાં હાઈડ્રોન એટલે કે પાણી અંગેની પાઈપલાઈન, ફાયર એસ્ટીગુસર સિલિન્ડર તથા ફાયર આલારામ સિસ્ટમ નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. કોઇપણ સ્થળે આગનો ધુમાડો ફેલાય એટલે એલાર્મ રણકી ઉઠશે. અને કંટ્રોલમાં તેમની જાણ થતા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવાશે.

આ આધુનિક ફાયર સિસ્ટમ પાછળ રૂપિયા ૧.૫૦ થી રૂપિયા ૨ કરોડનો ખર્ચ થશે. જ્યારે અત્યાર સુધીમાં નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતના ૧૦૦૦ કર્મચારીઓને આગ બુઝાવવા અંગેની ટ્રેનિંગ આપવામાં આવી છે. હાલમાં ચીફ સિક્યુરિટી ઓફિસર ફાયર અંગેની કામગીરી સંભાળી રહ્યા છે. તમામ જરૂરી લાગતી ટ્રેનિંગ સિવિલ ખાતે આપવામાં આવી રહી છે. જેથી સિવિલના કોઈ પણ ખૂણે આગ લાગે તો તાત્કાલિક તને કાબુ કરી શકાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here