સુરત: સગીરાને માસિક ન આવતા થયો ગર્ભ હોવાનું ખૂલતા પરિવાર ચોંક્યો

0
20
Share
Share

સુરત,તા.૧૪

સુરતનાં કાપોદ્રામાં રહેતી સગીરાને યુપીવાસી યુવકે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને માસિક નહિ આવતા કરાયેલા તબીબી પરિક્ષણમાં ગર્ભ હોવાનું ખૂલતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા. આખરે પીડિતાની પૂછપરછમાં પરપ્રાંતીય યુવકની કરતૂતો બહાર આવી હતી. લોકડાઉનમાં વતન ભાગી ગયેલા યુવકને પોલીસે ચાલાકીથી પકડી પાડયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મુળ ઓલપાડના વતની મનિષાબેન (નામ બદલ્યું છે) કાપોદ્રામાં ધરતીનગર ખાતે હાલ રહે છે.

પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં ૧ પુત્ર છે. છેલ્લાં એક મહિનાથી મનિષાબેનની ૧૫ વર્ષીય બહેન તેમના ઘરે રહેવા આવી હતી. ત્રણેક દિવસ પહેલાં સગીરો મોટી બહેનને માસિક નહિ આવતું હોવાની ફરિયાદ કરી હતી. જેથી મનિષાબેને સંબંધીને આ અંગે જાણ કરતા પ્રેગનન્સી કીટ મંગાવી ચેક કરવા જણાવાયું હતુ. મેડિકલમાંથી કીટ લાવી તપાસ કરાતા સગીરા ગર્ભવતી હોવાનું જણાયું હતુ. ગભરાઇ ગયેલા મનિષાબેને પતિને આ અંગે વાત કરતા તેઓ સગીરાને લઇ ડોકટર પાસે લઇ ગયા હતા. જ્યાં સોનોગ્રાફી રિપોર્ટ કઢાવાતા સગીરાના ૫ માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતુ. ચોંકી ગયેલા પરિવારજનોએ સગીરાને સમજાવી પૂછપરછ કરતા વર્ષ પહેલાં કાપોદ્રા-વિહળનગર ખાતે પડોશમાં રહેતા પિન્ટુ યાદવ નામના યુવક સાથે પરિચય થયો હોવાનું અને બાદમાં પિન્ટુએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી.

આ રીતે પિન્ટુએ લલચાવી-ફોસલાવી પોતાના ઘરે લઇ જઇ વારંવાર પીડિતાનું શારીરિક શોષણ કર્યુ હતુ. આ અંગે પીડિતાની બહેને ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે આરોપી પિન્ટુ રાજેન્દ્ર યાદવ (રહે- વિહળનગર સોસાયટી, કાપોદ્રા-મુળ ઇલાહાબાદ, યુપી) બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસ તપાસમાં પિન્ટુ યાદવ લોકડાઉનમાં વતન ચાલ્યો ગયો હોવાનું બહાર આવ્યું હતુ. જેથી પોલીસે સગીરા સાથે ફોન પર વાતચીત કરાવી પિન્ટુને સુરતમાં બોલાવ્યો હતો. અહીં તે કાપોદ્રા સ્થિત ઘરે આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here