સુરત: સગાઈ નક્કી ન થતા યુવતીની બિભત્સ તસવીરો બનાવી

0
32
Share
Share

યુવતી સાથે સગાઈ તૂટી જતા યુવાને એજન્સી દ્વારા યુવતીનું એકાઉન્ટ હેક કરાવી તેના ઉપર અશ્લિલ ફોટા મૂક્યા હતા

સુરત,તા.૨૪

સુરતમાં એક યુવાનની યુવતી સાથે સગાઈ તૂટી જતા યુવાને એક એજન્સી દ્વારા યુવતીનું સોશલ મીડિયાનું એકાઉન્ટ હેક કરાવી તેના પર અશ્લીલ ફોટા મૂકી યુવતીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આ બાબતની જણકારી મળતા યુવતીએ યુવાન વિરુદ્ધ ફરિયાદ  કરી છે.સુરતના રાંદેર ખાતે સીલ્વર પ્લાઝામાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના લગ્નની વાત સમાજના વડીલો થકી પાલનપુર પાટિયા ખાતે રહેતા સૂરજ સાથે ચાલી રહી હતી. ફેસબુક ઉપર તથા ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીનું એકાઉન્ટ છે. સૂરજે તેણીને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતાં ફોન ઉપર વાતચીત કરતા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોને સૂરજના ચારિત્ર્યને લઈ રિપોર્ટ સારા નહીં મળતા લગ્નની વાત બંધ કરી દીધી હતી. ત્યારબાદ યુવતી એ પણ સૂરજ સાથે વાતચીત કરી નહોતી. પાછળથી પોતાની સગાઈ તૂટી જતાં માનસિક વિકૃત યુવાને ડિટેક્ટિવ એજન્સીને પૈસા આપી પૂર્વ મંગેતરનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હેક કરાવી તેની પર તેના અશ્લીલ ફોટો મૂકી દીધા હતા. જોકે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ યુવતીની નાની બહેનના ઇન્સ્ટાગ્રામ ઉપર સૂરજે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવતીની બહેને સૂરજના ઈન્સ્ટાગ્રામ પર ચેક કરતા યુવતી  અને સૂરજની વાતચીતના સ્કીન શોટ પોસ્ટ કર્યા હતા. જેમાં સૂરજ સાથે સ્કીનશોટમાં જણાવ્યા મુજબની કોઈ વાતચીત થઈ નહોતી. બીજા દિવસે યુવતીએ પોતાનું આઈડી બદલી નાખ્યું હતું. ત્યારબાદ ૭ ઓક્ટોબરે પિતરાઈ ભાઈને પ્રતિકના આઈડી ઉપરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેમાં યુવતી અને સૂરજના એડિટ કરેલા ફોટો મુકેલા હતા. આ અંગે યુવતી એ તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી. ૧૦ ઓક્ટોબરે રાત્રે યુવતીની બહેનની આઈડી ઉપર ફરી સૂરજે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેમાં યુવતીનો મોર્ફ કરેલો બિભત્સ ફોટો હતો.ત્યારબાદ મેસેજ ઉપર વાત થઈ હતી. અને પછી બીજા દિવસે સૂરજની આઈડી પર બપોરે યુવતીની નાની બહેનને મેસેજ આવ્યો હતો અને તેમાં એક ડિટેક્ટિવ એજન્સી દ્વારા એવું કહેવાયું હતું કે સૂરજે અશ્લિલ ફોટા સાથેનો ડીપી બનાવવાનો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here