સુરત: શારીરિક-માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસરીયા વિરૂધ્ધ મહિલાની પોલીસ ફરીયાદ

0
24
Share
Share

સુરત, તા.૨૯

અત્યારના આધુનિક સમયમાં પણ સભ્ય ગણાતા સમાજમાં દેહજપ્રથાનું દૂષણ હજી પણ જોવા મળી રહ્યું છે. અત્યારે સુખીસંપન્ન ઘરમાં પણ દહેજ બાબતે પરિણીતાઓ ઉપર અત્યાચાર કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે સુરતમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઇચ્છાનાથ વિસ્તારની પરિણીતા પાસે દહેજમાં ૨૫ તોલા સોનું, ૧.૧ કિલોગ્રામ ચાંદી અને ૨૫ લાખ રોકડાની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસરીયા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

અડાજણ વિસ્તારમાં માતા-પિતાના ઘરે રહેતી જીનલ ના લગ્ન ૨૦૦૮માં જીગર સુરેશચંદ્ર ગાંધી (રહે. ૪૯, નવ પલ્લવ બંગ્લોઝ, ઇચ્છાનાથ, ઉમરા) સાથે થયા હતા. લગ્ન વખતે દહેજમાં ૨૫ તોલા સોનુ, ૧.૧ કિલોગ્રામ ચાંદી અને રોકડા ૨૫ લાખની માંગણી નહીં સંતોષાતા પતિ જીગરે, સસરા સુરેશચંદ્ર અને સાસુ રાધાબેન શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

સાસુ રાધાબેન આ ઘર પર મારો જ હક્ક રહેશે, તારો હક્ક નહીં રહેશ કહી અપશબ્દો ઉચ્ચારી અપમાનિત કરતા હતા. જયારે પતિ મોબાઇલ પર વાતચીત કરવા દેતો ન હતો અને જબરજસ્તી સબંધ બાંધતો હતો. લગ્ન બાદ જીનલ જાડી થઇ જતા હવેથી તને હું ફરવા લઇ જઇશ અને તને છોડી દઇશ ઍમ કહી ટોર્ચર કરતો હતો.

સ્કુલ રી-યનીયન મિટીંગમાં જવાનું કહેતા જીનલના ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી હતી અને પતિ જીગરે તું તો ઇગ્લીંશ મિડીયમમાં ભણેલી છે, તારા ઉપર મને ક્યારે પણ વિશ્વાસ આવશે નહીં ઍમ કહેતા જીનલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિના મિત્રના કહેવાથી જીનલે પોલીસ સમક્ષ પતિની તરફેણમાં નિવેદન આપ્યું હતું. વર્ષ અગાઉ જીનલની ૯ વર્ષની પુત્રી ટીવી જાતી હતી ત્યારે સાસુઍ ટીવી બંધ કરી પુત્રીને અપશબ્દો ઉચ્ચારી આ ઘર મારૂ છે, તારૂ નથી, આ ઘરમાં હું કહું તેમજ કરવું પડશે નહીં તો કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. સસરા સુરેશચંદ્ર પણ જીગરને બૈરી શાના માટે લાવ્યો છે, જરૂરિયાત પુરી કરવા માટે જ આજે આને પતાવી દે ઍમ કહી ઉશકેરણી કરતા જીગરે જીનલને માર માર્યો હતો. ત્રણ મહિના અગાઉ મધરાતે જીનલને માર મારી ઘરમાંથી કાઢી મુકતા છેવટે મહિલા પોલીસ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી અને છેવટે ગત રાતે જીનલે ફરીયાદ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here