શાકભાજી માર્કેટમાં લારી મુકવાની જગ્યાએ ટેમ્પો પાર્ક કરાયો હોવાથી ડિટેઇન કરવા કાર્યવાહી હાથ ધરાઇ હતી
સુરત,તા.૨
પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી સ્કુલ સામે પટેલ શાકભાજી માર્કેટમાં ગત સાંજે દબાણ દુર કરવા ગયેલા પાલિકાના રાંદેર ઝોનના દબાણ ખાતાના સ્ટાફ પર હુમલો કરનાર ટેમ્પો ચાલક સહિત બે સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના દબાણ ખાતાનો સ્ટાફ ગત સાંજે સાતેક વાગ્યે રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી સ્કુલ સામે પટેલ શાકભાજી માર્કેટમાં દબાણ દુર કરવા ગયા હતા. દબાણ દુર કરવાની કામગીરી અંતર્ગત શાકભાજી માર્કેટમાં જયાં લારી મુકવાની જગ્યા છે ત્યાં ટેમ્પો પાર્ક હોવાથી ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ ખાતાનો કર્મચારી કૃતિક રેવર ટેમ્પો ચાલકની બાજુમાં બેસી પાલ દબાણ ડેપો પર લઇ જતો હતો ત્યારે ચાલકે ચાલુ ટેમ્પોમાં ગાળા ગાળી કરવા ઉપરાંત ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત લાત મારી ટેમ્પોમાંથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનાને પગલે લોકો ઍકઠા થઇ ગયા હતા તે દરમ્યાન અજાણ્યા યુવાને કૃતિકના શર્ટનો કોલર પાછળથી પકડી વજન કાંટાંનું કાટલું મોંઢા પર મારી ઇજા પહોંચાડી ટેમ્પો ચાલક અને અજાણ્યો યુવાન ભાગી ગયા હતા. ઘટના અંગે કૃતિક રેવરે રાંદેર પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ કરી માર મારવા બદલ ફરિયાદ નોંધવાની હતી. જોકે સમાન્ય માણસ પર કોરોના ગાઈડ લાઇન લઈને તંત્ર માથાકૂટ કરે છે, તયારે ગરીબ લોકો હેરાન કરતા તંત્ર ટકોરવું સ્થાનિક લોકો મોગુ પડ્યું હતું. તંત્ર દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવતા તમામ સ્થાનિક લોકોની પોલીસે અટકાયત કરી હતી, તેમને પોલીસે બાદમાં છોડી મુક્યા હતા. જોકે આ વીડિયો વાઇરલ થતા લોકોએ તંત્ર સામે ફિટકાર લગાવી રહ્યા છે.