સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પુત્રની પોલીસે કરી ધરપકડ

0
22
Share
Share

સુરત,તા.૧૩
સુરત શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના ખુરશી વિવાદ મામલે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પુત્રની ધરપકડ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ બેફામ વાણી વિલાસ કરતા અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ૧૦મી ઓક્ટોબરના રોજ કોંગ્રેસ દ્વારા વર્ચ્યુઅલ રેલીના આયોજન દરમ્યાન સમગ્ર વિવાદ સામે આવ્યો હતો.
કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ બેફામ વાણી વિલાસ કર્યો હતો. ભાડેથી મંગાવવામાં આવેલ ખુરશીઓ કેટરિંગવાળા પરત લઈ ગયો હતો. જેની સાથે કાર્યાલયની ખુરશીઓ પણ લઈ ગયા હતા.જેથી શહેર પ્રમુખ ભડકયા હતા. ત્યારે ધર્મેશ મિસ્ત્રીની ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધી કોંગ્રેસ શહેર પ્રમુખ બાબુ રાયકા સહિત પુત્ર ઋષિનની ધરપકડ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here