સુરત: વ્યાજખોરો બેફામઃ ૪૦ લાખ સામે ૪૫ લાખ ચૂકવ્યા છતાં વેપારી પર હુમલો કર્યો

0
16
Share
Share

સુરત,તા.૧૬

શહેરમાં વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો બેફાન બની ગયા છે. તેમની દાદાગીરીની કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે. વ્યાજખોરો એક વખત કોઈ તેની જાળમાં ફસાય છે ત્યારબાદ તેને તેમાંથી બહાર નથી નીકળવા દેતા. સુરતમાં શહેરમાં વ્યાજખોરોએ એક લેણદાર પર હુમલો કર્યો છે. લેણદારો પોતાનો ધંધો શરૂ કરવા માટે ૪૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદમાં તેણે ૪૫ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, વ્યાજખોરોએ વેપારી પાસેથી વધુ ૪૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં વ્યાજખોરોએ વેપારી પર જીવલેણ હુમલો કરતા આ મામલે અમરોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતમાં વેપાર કરવા લોકોને રૂપિયાની જરૂર હોવાથી વેપારીઓ વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે લેતા હોય છે. જે બાદમાં સમય સાથે આ રકમ વ્યાજ સાથે ચૂકવી દેતા હોય છે. બીજી તરફ વ્યાજખોરો ઉછીના પૈસા લેવા મજબૂર થતાં લોકોને લૂંટવા માટે કંઈ પણ બાકી નથી રાખતા. સુરતના એક વેપારીને વ્યાજખોરોનો કડવો અનુભવ થયો છે. જેમાં વ્યાજખોરોએ રૂપિયાની વસૂલાત માટે વેપારી પર હુમલો કરી દીધો છે.

ભાવેશના મોબાઇલ પર રાજુ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને નિલેશભાઇના પૈસા ક્યારે આપવાના છે એમ કહીને ઉત્રાણ વીઆઇપી સર્કલ પાસે મળવા માટે બોલાવ્યો હતો. ભાવેશ તેના મિત્ર યોગેશ સાથે વીઆઇપી સર્કલ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં નિલેશ, વિપુલ, રાજુ, જનક તથા બીજા ચાર શખ્સો ઊભા હતા. અહીં રૂપિયા મામલે બંને પક્ષકારો વચ્ચે ઝઘડો થયો હતો. ભાવેશે વ્યાજખોરોને રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહેતા જ નિલેશ અને રાજુએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

પોલીસે આ વેપારીની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here