સુરત વ્યપારીયોનું મુંબઈના વ્યાપારીએ ૧૨ કરોડનું ઉઠમણું કર્યું

0
16
Share
Share

સુરત,તા.૩૦

વધુ એક હીરા વેપારીનું ઉઠમણું થયું છે. મુંબઈના વેપારીએ ૧૨ કરોડનું ઉઠમણું કર્યું. જેમાં સુરત અને મુંબઈના વેપારીઓના રૂપિયા ફસાયા. કોરોનાકાળ માં મંદીના કારણે આર્થિક મુશ્કેલી ઊભી થઈ. વેપારીનું ઉઠમણું થતા લેણદારો દોડતા થયાં. અત્રે જણાવવાનું કે કોરોનાના કારણે દિન પ્રતિદિન સ્થિતિ વિકટ બની રહી છે.

ગુજરાતમાં ગઈ કાલે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૧૪૪ કેસ નોંધાયા. જેમાં સૌથી વધુ ૨૯૧ સુરત જિલ્લામાં નોંધાયા. આ સાથે સુરતના કુલ કેસનો આંકડો ૧૨૫૧૪ થયો છે જેમાંથી ૮૫૧૮ લોકો રિકવર થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૭૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here