સુરત લોકડાઉન દરમિયાનના વિજ બિલનો વિરોધ કરતાં આપના ૩૦ કાર્યકરોની અટકાયત

0
5
Share
Share

સુરત,તા.૨૯

કોરોના મહામારીથી આવેલા લોકડાઉનમાં લોકોના ઉદ્યોગ ધંધા અને  આવકને માઠિ અસર પહોંચી છે. ત્યારે લાઈટ બિલ આ ત્રણ મહિના દ્વારા વધુ આવ્યા હોવાનું કહીને આમ આદમી પાર્ટી દ્વારા વિજ કંપનીની કચેરી સામે હલ્લા બોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે, કાર્યકરો કંઈ કરે તે અગાઉ જ નેતાઓ સહિત ૩૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા સહિતનાએ આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે રામધડૂક, યોગેશ જાદવાણી સહિતના નેતાઓએ હલ્લાબોલ કાર્યક્રમમાં હાજર રહીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેથી હલ્લાબોલ કાર્યક્રમ અગાઉ જ ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે આપના નેતાઓ અને કાર્યકરોને વિરોધ પ્રદર્શિત કરતાં અટકાવીને મોબાઈલ સ્ટુડન્ટ વાનમાં બેસાડી દઈને અટકાયતી પગલાં મહિધરપુરા પોલીસ દ્વારા ભરવામાં આવ્યાં હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here