સુરત: લગ્નના ૧૫ દિવસે પત્ની સાથે દુષ્કર્મ થવાનું ખુલતા ફરિયાદ

0
16
Share
Share

સુરત,તા.૩૦

શહેરના સચિન વિસ્તારમાં ૧૫ દિવસ પહેલા લગ્ન કરી આવેલી યુવતીને પેટમાં દુઃખાવો થતા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવ્યુ હતું. યુવતીએ પરિચિત યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી તેના પતિએ પોલીસમાં અરજી આપી છે. લગ્નને ૧૫ દિવસ થયા હતા ત્યારે પેટમાં આઠ અઠવાડિયાનો ગર્ભ કેવી રીતે રહે તે મામલે પતિએ પત્નીને પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા મહિલાનો પતિ કમિશનર કચેરી ખાતે અરજી આપવા આવી પહોંચ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં ૧૫ દિવસ પહેલા લગ્ન કરી પોતાના સાસરે આવેલી યુવતીએ સચિન પોલીસ મથકમાં અરજી આપી છે. ૧૪ જૂનના રોજ લગ્ન કરી સાસરે આવેલી યુવતીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદમાં પતિ તેને સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ ગયો હતો. અહીં સારવાર બાદ યુવતી ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

યુવતીના પેટમાં આઠ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા યુવતીએ સમગ્ર બાબતે પતિને ખુલાસો કર્યો હતો. યુવતીએ પતિને જણાવ્યું હતું કે, તેના કાકી ગર્ભવતી બનતા આઠ મહિના પહેલા તેની દેખરેખ માટે તે સુરત આવી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં કાકા-કાકીની ગેરહાજરીમાં તે એકલી હતી ત્યારે  પરિચિત યુવક ઘરે આવ્યો હતો. ત્યારબાદ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી માર મારી બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. જો કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here