સુરત: લક્કી માર્કેટના કાપડ વેપારીનું રૂ. ૬૪.૩૩ લાખના ઉઠામણાથી ખળભળાટ

0
21
Share
Share

સુરત,તા.૨૨

રીંગરોડ ન્યુ લક્કી માર્કેટમાં દુર્ગા ફેશનના નામે ધંધો કરતા હનુમાન ખંડેલવાલ નામના વેપારીઍ ૧૩ જેટલા વિવર્સ પાસેથી કુલ રૂપિયા ૬૪.૩૩ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી વેપારીઓએ ઉઘરાણી કરતા હાથ-પગ તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી રફુચક્કર થઈ જતા વેપારીઓ દોડતા થયા છે. બનાવ અંગે પોલીસે ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં ઝાંપાબજાર હાથી ફળીયા ખાતે રહેતા જિતેન્દ્ર શશીકાંત સોપારીવાલા (ઉ.વ.૫૧) ભેસ્તાન ગણેશ કૂપા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં છેલ્લા પાત્રીસ વર્ષથી શ્રી રામ ટેક્ષટાઈલ્સ અને શ્રી ખોડીયાર ટેક્ષટાઈલ્સના નામથી કાપડનો ધંધો કરે છે. જિતેન્દ્રનો સન ૨૦૧૫માં રીંગરોડ ન્યુ લક્કી માર્કેટમાં દુર્ગા ફેશનના નામે ધંધો કરતા હનુમાન શ્રીકિશન ખંડેલવાલ સાથે પરિચય થયો હતો.

હનુમાન ખંડેલવાલે પોતાની માર્કેટમાં ખુબ સારી પ્રતિષ્ઠા છે. અને સુરત તેમજ બહારની પાર્ટીઓ સાથે ઘણો સારો વેપાર સંબંધ ચાલે છે. મારી સાથે વેપાર ધંધો કરશો તો તમને સમયસર પેમેન્ટ મળી જશે, તેવી મીઠીમીઠી લોભામણી વાતો કરતા તેમના ઉપર વિશ્વાસ રાખી વેપાર ધંધો કરવા તૈયાર થયા હતા. અને તેમના ઓર્ડર મુજબ જિતેન્દ્ર સોપારીવાલાઍ ગત તારીખ ૬થી જાન્યુઆરી ૨૦૧૫થી ૧લી ઓગસ્ટ ૨૦૧૫ના સમયગાળામાં કુલ રૂપિયા ૬,૫૯,૫૯૪નો ગ્રે કાપડનો માલ મોકલી આપ્યો હતો. પોલીસે જિતેન્દ્ર સોપારીવાલાની ફરિયાદ લઈ હનુમાન ખંડેલવાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here