સુરત: યુવતી ટ્રાફીક સિગ્નલ પર ઉભી રહેલી યુવતીની છેડતી કરતા યુવકને પોલીસ ના હવાલે

0
30
Share
Share

સુરત,તા.૧૪

શહેરમાં અસામાજીક તત્વોમાં પોલીસનો કોઇ જ ખોફ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. સુરતમાં મારામારી, લૂંટ, હત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાઓ છાશવારે થતી રહે છે. આ ઉપરાંત મહિલા સુરક્ષાની દ્રષ્ટીએ પણ સુરત હવે ધીરે ધીરે જોખમી બનતું જઇ રહ્યું છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. એક યુવતી પોતાના કાકા સાથે બાઇક પર જઇ રહી. ટ્રાફીક સિગ્નલ પર તેઓ ઉભા રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી તેની કમર પર કોઇ હાથ ફેરવી રહ્યું હોય તેવું લાગતા તેણે પાછળ જોયું તો. સિગ્નલમાં પાછલ ઉભેલો યુવક તેની કમર પર હાથ ફેરવી રહ્યો હતો.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કાકા સાથે ભત્રીજી દવાખાને જવા માટે નિકળી હતી. ત્યારે કાપોદ્રા ટ્રાફીક સિગ્નલ પર ઉભા હતા. તે દરમિયાન એક યુવકે યુવતીના કમરના ભાગ પર હાથ ફેરવીને શારીરિક છેડતી કરી હતી. જેથી ભત્રીજીએ કાકાને વાત કરતા કાકાએ બુમાબુમ કરતા લોકોએ યુવકને ઝડપી લઇને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. સુરતના સતત મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.

સ્થાનિકો દ્વારા રોમિયોને પકડીને કાપોદ્રા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. યુવતીએ પણ યુવક વિરુદ્ધ શારીરિક છેડતીની ફરિયાદ દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના અમદાવાદમાં પણ સામે આવી હતી. જેમાં એક આધેડ વયનાં વ્યક્તિ દ્વારા યુવતીઓનાં વીડિયો ઉતારવામાં આવતા યુવતીઓ રણચંડી બની હતી. આધેડને જાહેરમાં મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here