સુરત: યુવતીનો ફોન નંબર મેળવવા નાના ભાઇને માર માર્યો

0
17
Share
Share

વરાછા ખાતે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવા છેલ્લા કેટલાક સમયથી યુવક પાછળ પડ્યો હતો

સુરત,તા.૨૮

સુરતમાં સતત યુવતીની છેડતીની ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવા માટે છેલ્લા કેટલાક સમયથી એક રોમિયો પાછળ પડ્યો હતો. યુવતી  ઘરેથી નીકળતી ત્યારે યુવક તેનો ફોન નંબર માંગી પરેશાન કરતો હતો. જેથી રોમિયો વિરુદ્ધ યુવતીએ ફરિયાદ કરતા પોલીસે રોડ રોમિયોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે જેમાં પણ મહિલા અત્યાચારની સતત ફરિયાદ સામે આવી રહી છે અને તેમાં પણ મહિલા સાથે છેડતી અને દુસ્કર્મની ફરિયાદમાં સુરત સૌથી આગળ છે. ત્યારે આવી વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સુરતના અમરોલી વિસ્તરમાં આવેલ મોટા વરાછા ખાતે રહેતી અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છેલ્લા કેટલાક સમયથી મૂળ  અમરેલી જિલ્લા લાઠી તાલુકાના  હરીચંદ્રપરા  ગામનો વતની અને હાલમાં સુરતના  મોટા વરાછા-અબ્રામા રોડ  આવેલી  પંચતત્વ રેસીડન્સી  રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો  જનક માલવીયા  આ યુવતીને છેલ્લા  છ મહિનાથી કનડગત કરતો હતો. યુવતી કોલેજ જવા નીકળે અથવા તો ટ્યુશન કે ઘરના કોઇ પણ કામ માટે ઘરની બહાર નીકળે ત્યારે જનક તેનો પીછો કરી અશ્લીલ કોમેન્ટ કરતો હતો. જોકે, આ યુવાની હેરાન ગતિ દિવસેને દિવસે વધવા લાગી હતી. આ રોડ રોમિયો જનક દ્વારા યુવતીનો મોબાઇલ નંબરની પણ માંગણી કરી હતી. પરંતુ યુવતીએ  પોતાનો મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરી દેતા આ રોમિયો  દ્વારા તેના નાના ભાઇ પાસે મોબાઇલ નંબરની માંગણી કરી હતી. યુવતીના નાના ભાઇએ પણ નંબર આપવાનો ઇન્કાર કરતા જનકે યુવતીના નાના ભાઈને  માર માર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારને તથા યુવતિના પિતાને થતા જનકને  ઠપકો આપ્યો હતો. જોકે ઠપકાને કારણે આ રોમિયો યુવાન દ્વારા યુવતીના પિતા સાથે અપશબ્દો ઉચ્ચાર્યા અને ઝગડો કર્યો હતો. જોકે આ યુવાન નહિ સુધરે તેવું લગતા આ યુવાને પાઠ ભણાવા માટે યુવતી દ્વારા  સુરતના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈએ પોલીસે આ રોમિયો યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દખલ કરી આ યુવાને જેલના સળિયા પાછળ ધકેલી મુક્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here