સુરત: યુવતીએ ફેસબુકમાં વેપારી સાથે મિત્રતા કરી દુષ્કર્મની ફરિયાદની ધમકી આપી ૧૦ લાખ માંગ્યા

0
21
Share
Share

સુરત,તા.૨૫

કાપડ વેપારીને ફેસબુક મારફતે મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી. મહિલા મિત્ર સાથે શારીરિક સબંધ બનાવ્યા બાદ મહિલાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ કરી ૧૦ લાખ રૂપિયા માંગ્યા હતા. આ મહિલા દ્વારા અગાવ કાપડ વેપારીના બે મિત્રો પાસે આજ રીતે બ્લેક મેઇલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જે જાણતા આ કાપડનાં વેપારીએ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં ફરી એક વાર શારીરિક સબંધ બાંધી બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવતી એક ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ પહેલા તો પોતાના જાળમાં ફસાવી હની ટ્રેપમાં લોકોને ફસાવે અને પછી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવે છે.

ત્યારે આ ગેંગ વિરુદ્ધ એક કાપડના વેપારી દ્વારા ફરિયાદ નોંધાવી છે. સુરતનાં વેડરોડ વિસ્તારમાં આવેલા ડભોલી ચાર રસ્તા પાસે આશીર્વાદ સોસાયટીમાં રહેતો પંકજ પોપટ સવાણી કાપડ નો વેપારી છે. પંકજભાઈ પરણિત અને બે બાળકોના પિતા છે. ત્યારે સપ્ટેમ્બર ૨૦૧૯માં પંકજને ફેસબુક પર એક મહિલાએ મિત્રતા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. કૃપા કનુભાઈ ડોબરિયા આ કાપડના વેપારી દ્વારા મહિલા મિત્રતા સ્વીકારવામાં આવી હતી. ત્યાર બાદ આ બંનેવ વચ્ચે મિત્રતા થઈ હતી અને બનેવ વાત કરતા હતા અને મળતા હતા.

વિધવા મહિલા એકલી રહે છે ત્યારે પંકજ ભાઈ પરણિત હોવાની વાત પણ કરવામાં આવી હતી. બંનેવ વચ્ચે પ્રેમ થતા કૃપાએ પંકજને શરીર સંબંધ બાંધવાનું કહેતા બંને કામરેજથી આગળ મનીષા હોટલમાં ગયા હતા. જયાં બંનેએ મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ કૃપા પંકજને બ્લેકમેઇલ કરવા લાગી હતી અને લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું પંકજ પરણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. ત્યારબાદ કૃપાએ ૧૦ લાખ માંગ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો ઘરે તેના સંબંધની જાણ કરવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here