સુરત: માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારનો અકસ્માત, પતિનું મોત

0
22
Share
Share

સુરત,તા.૦૪

ઓપલાડ-દાંડી રોડ નજીક સંકેત આશ્રમ પાસે ગતરોજ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવાર દંપતી અને બં સંતાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી સાંજે પતિનું મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને બંને બાળકોની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારને અકસ્માત નડ્યો હતો. શહેરના ભટાર વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં મુકેશ સુખાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦) પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. મુકશેભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ગત રોજ રક્ષાબંધનને લઈને પત્ની નયના(ઉ.વ.૩૫)ને લઈને પીપલોદ ખાતે રહેતા તેના ભાઈને રાખડી બાંધવા ગયા હતા. ત્યારબાદ ઓલપાડ ખાતે રહેતા માસીયાઈ ભાઈને રાખડી બાંધવા નીકળ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્યો હતો. ઓલપાડ જતા સમયે દાંડી રોડ નજીક સંકેત આશ્રમ પાસે સામેથી આવતી બાઈક સાથે તેમની બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ, તેમની પત્ની નયનાબેન, પુત્ર જય અને પુત્રી તાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં મુકેશભાઈનું મોડી સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને બંને બાળકોની સારવાર ચાલી રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here