સુરત: માસીના મૃત્યુ બાદ ઘર સાચવવા આવેલી કિશોરી પર માસાએ આચર્યું દુષ્કર્મ

0
23
Share
Share

સુરત,તા.૨૪

સુરતની એક કિશોરીને માસીના નિધન બાદ માસાનું ઘર સાચવવાનું કામ ભારે પડ્યું છે. માસીના નિધન બાદ ઘરે આવેલી ભાણી પર માસાએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા જ પરિવારના લોકોએ કિશોરીને પોતાની સાથે લઈ ગયા હતા. આ દરમિયાન કિશોરી ગર્ભવતી પણ થઈ હોવાની વાત સામે આવી છે. જે બાદમાં પરિવારે આરોપો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. હાલ કિશોરીને પેટમાં સાત મહિનાનો ગર્ભ છે. કિશોરીનું વધી ગયેલું પેટ જોઈને તેની બહેનને શંકા પડતા કિશોરીને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ડૉક્ટરોએ કિશોરી પ્રેગનેન્ટ હોવાની હકીકત જણાવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરામાં આવેલા માન દરવાજા ખાતે રહેતી એક કિશોરી ગર્ભવતી બનતા પોલીસ ફરિયાદ થઈ છે. કિશોરી પર તેના સગા માસાએ દુષ્કર્મ આચર્યું હતું. ૧૪ વર્ષીય કિશોરી હાલમાં તેના બે ભાઈ સાથે રહે છે, જ્યારે તેના માસા તેના ઘરેથી થોડા જ અંતરે રહે છે. માસીના મુત્યુ બાદ માસાએ બીજા લગ્ન કર્યા હતા પરંતુ બીજી પત્નીનું પણ મોત થઈ જતા તે એકલા પડી ગયા હતા.

આ દરમિયાન ઘર સાચવનાર કોઈ ન હોવાથી કિશોરી તેના માસાના ઘરે રહેવા માટે ગઈ હતી. ઘર સાચવવા બદલે માસા આ કિશોરીને કપડાં અને રૂપિયા આપતો હતો. જોકે, બાદમાં માસાએ આ કિશોરીને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચરવાનું શરૂ કરી દીધું હતું. માસાએ એક વખત નહીં પરંતુ અનેક વખત કિશોરી સાથે બળજબરી કરી હતી. આ દરમિયાન તે કિશોરી સાથે મારપીટ પણ કરતો હતો.

હાલ આ કિશોરીને સાત મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદમાં કિશોરીના પરિવારના સભ્યો તરફથી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં બળાત્કારની ફરિયાદ નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here