સુરત: માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

0
22
Share
Share

આશિષસિંહ રાજપૂત નામના યુવકને ચાર-પાંચ જેટલા શખ્સોએ ઊપરાછાપરી ઘા મારી રહેંસી નાખ્યો હતો

સુરત,તા.૨૬

સુરતના પાંડેસરામાં ફરી એક વાર જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે, જોકે અહીંયા જમીન વિવાદને લઇને જમીન પર ગેરકાયદેસર કબજો કરતા યુવાનને પાંચ કરતા વધુ ઈસમોએ આવીને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખી હત્યા કરી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ છે. જોકે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી  જવા પામી છે. સુરતમાં સતત હત્યાની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે શહેરના પાંડેસરા વિસ્તારમાં આશિષ નગર ખાતે રહેતા અને જમીન વિવાદોમાં સંડોવાયેલ રાજન રાજેશ સિંગ રાજપૂત આમ તો પોતાના વિસ્તારમાં માથાભારે ઈસમની છપ ધરાવતો હો અને ગેરકાયદેસર જમીની પર કબજા બાબતે અનેક લોકો સાથે ભૂતકાળમાં માથાફૂટ થઈ ચુકી છે. ત્યારે આ ઈસમ આજે પાંડેસરાના પાંડેસરા ડી-માર્ટની બાજુમાં આવેલ મોહન નગરમાં હતો તે સમયે ચારથી પાંચ જેટલા ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને જુના જમીન વિવાદને ને લઈને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની જાહેરમાં નિર્મમ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યાં હતા. જોકે આ ઈસમની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ હત્યાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને તાત્કાલિક બનાવ વળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે મરનાર ઈસમ માથાભારે હોવાથી તેની હત્યા અંગત અદાવતમાં કે જમીન વિવાદમાં થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળેથી હત્યાના પુરાવા અને અનેક મહત્વની ચીજો મળી છે જેના આધારે હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here