સુરત: માંગને લઇ સુરત કોંગ્રેસે રસ્તાઓ ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

0
17
Share
Share

સુરત,તા.૨૪

કોરોના સંકટ વચ્ચે પણ કેન્દ્ર સરકાર દ્વારા રોજે રોજ પેટ્રોલ ડિઝલના ભાવ ક્રમશઃ વધારવામાં આવી રહ્યાં છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉધના ત્રણ રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યું છે. કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની સાથે નારેબાજી પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, સરકાર અત્યારે મહામારી સામે લડવાના પગલાં લેવાની જગ્યાએ લોકડાઉનમાં બેહાલ થયેલા લોકો પર મોંઘવારીનો માર ઝીંકી રહી છે. છેલ્લા દસેક દિવસથી વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવથી સામાન્ય માણસની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે સરકારણની અણઘડ નીતિઓના કારણે પ્રજા પારાવાર પરેશાન છે. ઉધના ત્રણ રસ્તા પર એકઠા થયેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પોસ્ટર હાથમાં લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની સાથે સાથે લોકડાઉન દરમિયાન લોકોને મસમોટા વિજ બિલ અપાયા છે તે પણ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાયકાએ જણાવ્યું કે, સરકાર દ્વારા લોકોને હાલ લૂંટવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરીને પ્રજાની સુખાકારી વધારવા પ્રયાસ કરવા જોઈએ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here