સુરત: મહિધરપુરાની આંગણડીયામાં મેનેજર દ્વારા કરેલી ૧ કરોડની ઊચાપતમાં એક ઝડપાયો

0
10
Share
Share

સુરત,તા.૧૩

મહિધરપુરા હરીપુરા ભવાની વડ પટેલ હાઉસમાં એચ.આર.ગોવિંદ આંગણડીયા પેઢીમાં મેનેજર મેહુલ બારોટએ ભત્રીજા દિવ્યાંગ બારોટ તેમજ તેના બે મિત્રો સાથે મળી આંગણડીયા પેઢીમાંથી ૧.૦૪ કરોડની રકમ ઓહયા કરી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે ચિરાગ રેવા ભરવાડ(મેર)(રહે,જીગ્નેશનગર સોસા.,ગોડાદરા)ની ધરપકડ કરી છે.

હજુ આ કેસમાં મેનેજર હિતેશ ઉર્ફે મેહુલ બાબુ બારોટ(રહે,ઓમનગર,ડિંડોલી), તેનો ભત્રીજો દીવ્યાંગ કૌશીક બારોટ(રહે,શિવદર્શેન રેસીડન્સી, ડિંડોલીગામ) અને મેહુલ રણછોડ બાંભ્વા(ભરવાડ)(રહે,ભરવાડ નગર,નવાગામ,ડિંડોલી) ભાગતા ફરે છે. મહિધરપુરા ભવાની વડ પટેલ હાઉસમાં એચ.આર.ગોવિંદ આંગણડીયા પેઢીમાં ૯મી જુને ૧.૦૪ કરોડની રકમ સિલ્ક હતી.

ભાગીદારે મેનેજર મેહુલ બારોટને કોલ કરી આ રકમ અમદવાદ, રાજકોટ અને દીલ્હી ખાતે મોકલવાની હોય જેથી કયા કયા કેટલી રકમ મોકલવાની તે બાબતેની માહિતી આપવાની વાત કરી હતી. ભાગીદારે બપોર પછી મેનેજરને કોલ કરતા તેણે રિસીવ કર્યો ન હતો, ભાગીદાર બીજા દિવસે ૧૦મી જૂને આંગણડીયા પેઢી પર આવતા તાંળા મારેલા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here