સુરત મર્કેન્ટાઈલ એસોસિએશનનો અર્જુન મોબાઈલ એપથી દેશના વેપારીઓને જોડવાનો પ્રયાસ

0
24
Share
Share

સુરત,તા.૨૮

કાપડમાં થતી છેતરપિંડી અટકાવવા માટે સુરત મર્કેન્ટાઈલ એસોસિએશને અર્જુન મોબાઈલ એપ બનાવી દેશભરના તમામ વેપારીઓને જોડવાનો પ્રયાસ કર્યો છે. આ એપ થકી વેપારીઓની વેપાર હિસ્ટ્રી ઉપરાંત માર્કેટમાં નોકરીને લગતી માહિતી પણ મળી રહેશે અને નુકસાન થતા વેપારીઓ બચી શકશે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વેપારીઓના હિત માટે કાર્ય કરતી ગણી સંસ્થાઓ છે પરંતુ હવે જ્યારે કોરોના પછી વેપાર કરવાની પદ્ધતિ બદલાય છે. મોટા ભાગે ડિજિટલી વેપાર વધી રહ્યો છે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તાર માટે એક કહેવત છે કે વેપારી જ્યારે ખરીદી માટે આવે છે ત્યારે તે ગાય બનીને આવે છે

અને પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવે ત્યારે તે વાઘ બની જાય છે. ત્યારે ૧૭૫ માર્કેટ સાથે સંકળાયેલા ૮૦,૦૦૦ વેપારીઓને ડિજિટલી સાંકળીને તે વેપારી કેવો છે. તેની તમામ વિગત એપ્લિકેશન થકી તે એપનો ઉપયોગ કરનારને મળશે. જેના કારણે પેમેન્ટને લઈને થતાં ચિંટીંગના ગુનાઓ ઘટાડવામાં મદદ મળી શકશે. કાપડ માર્કેટમાં દરેક વેપારીઓની નોંધણી આજથી શરૂ થઇ રહી છે. જેમાં તેની પાનકાર્ડ, આધારકાર્ડ સહિત તેનો વેપારનો ટ્રેક રેકોર્ડ સહિતની માહિતીઓનો સમાવેશ કરાશે. જેની ખરાઈ વેપારીઓના વિવિધ માર્કેટના એડમિન કરશે.

એડમિનના એપ્રુવલ બાદ રજિસ્ટ્રેશન કરનાર વેપારીની માહિતી એપ્લિકેશન પર ચઢાવવામાં આવશે. માહિતીના આધારે વેપારીને રેટિંગ પણ આપવામાં આવશે. જેથી પેમેન્ટ સંબંધિ માહિતીઓમાં વેપારી ખરેખર કેવો છે. તેની માહિતી એપ્લિકેશન યુઝ કરનારને મળી રહેશે. આ વખતે ૪ માસ કોરોનાનાં કારણે વેપાર થઈ શક્યો નથી. આવા સંજોગોમાં માંડ ૨ માસથી ઉઘડેલા માર્કેટમાં આ વખતે વેપારીઓ તહેવાર ટાણે લાંબુ ૧૦થી ૧૫ દિવસનું વેકેશન ભોગવવાની જગ્યાએ ભાઈબીજના દિવસથી વેપાર શરૂ કરે તેવી રજૂઆતો આંતરિક રીતે કરવાની શરૂઆત થઈ ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here