સુરત મનપા ચૂંટણીઃ વેલંજા ગામે પાસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે બબાલ, ૫ યુવકોને માર મરાયો

0
28
Share
Share

સુરત,તા.૨૨
સુરત શહેરના હદ વિસ્તરણ બાદ વેલંજા સહિતના આજુ બાજુના ગામોનો સુરત મહાનગર પાલિકામા સમાવેશ થયા બાદની મહાનગર પાલિકાની પ્રથમ ચુંટણી દરમિયાન મોટા વરાછાના વોર્ડ નંબર-૨ વેલંજા ગામે મતદાન પક્રિયા દરમિયાન મતદાન મથક આગળ અલ્પેશ કથિરીયા સાથે આવેલા પાસ અને બીટીપી ના કાર્યકરો વચ્ચે થયેલી બબાલમાં પાસ ના કાર્યકરોએ બીટીપીના કાર્યકરોને માર મારવા ૫ ને હોસ્પિટલ ભેગા કરાયા જયારે એક ફોર વ્હીલર ગાડીમાં તોડ ફોડ કરતા પોલીસ દોડતી થઈ હતી.
પાસના આગેવાનો સામે એટ્રોસિટી સહિત ઘાડ અને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાનું હદ વિસ્તરણ થયા બાદ કામરેજ તાલુકાના વેલંજા ગામને પણ મહાનગર પાલિકામાં સમાવી લેતા વેલંજા ગામ મોટા વરાછા ના વોર્ડ નંબર-૨ મા આવતું હોય ત્યારે મહાનગર પાલિકાની પહેલી ચુંટણી છે જેમાં ગામડાઓમાં પણ મતદાન થતા વેલંજા ગામે પ્રાથમીક શાળાના બુથ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા કામરેજ પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
મતદાન પ્રક્રિયા દમિયાન અલ્પેશ કથિરીયા પાસ ના કાર્યકરોના ટોળા સાથે વેલંજા ગામ પ્રાથમીક શાળા મતદાન મથક ખાતે આવતા અહીં મારુતી વાન ફોર વ્હીલ કાર નંબર જીજે-૦૫, સીપી-૫૬૫૧ મા બેઠેલા બીટીપીના કાર્યકરો અલ્પેશ કથીરિયા અને પાસ ના કાર્યકરોનો મોબાઈલમાં વીડિયો ઉતારતા હોય, તેમને જોઈને અલ્પેશ કથીરિયા અને કાર્યકરોએ મારુતિવાન નજીક જઈ વીડિયો કેમ ઉતારો છે, અને તમે કોણ છે, તેમ કહેતા થયેલી બોલાચાલી બાદ પાસના ૧૦થી વધુ કાર્યકરોએ બીટીપીના કાર્યકરોને માર મારતા બબાલ થઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here