સુરત: ભારત-ચીન વિવાદની ૬ બિલિયન ડૉલર પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ પર થશે અસર

0
9
Share
Share

સુરત,તા.૩૦

એલએસી પર હાલ ભારત અને ચીન વચ્ચે જે વિવાદ થયો છે તેને લઈને સીધી અસર દેશની સાથે સાથે વેપાર પર પણ પડી રહી છે. ભારત અને ચીન વચ્ચે અનેક વેપારી સંબંધ છે. તેમાં એક હીરા ઉદ્યોગ પણ સંકળાયેલો છે. સુરતથી કટિંગ પોલિશિંગ ડાયમંડ ચીન અને હોંગકોંગમાં કરોડો રૂપિયાના ડાયમંડ એક્સપોર્ટ કરવામાં આવે છે. હોંગકોંગ અને ચીનમાં એજ ડાયમંડમાં વેલ્યુ એડીશન કરી ડાયમંડ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે અને વિશ્વ બજારમાં મૂકવામાં આવતી હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે નકારાત્મક સ્થિતિ એક્સપોર્ટ પર જોવા મળશે.

યુરોપિયન દેશો સાથે ૧૭ ટકા, અમેરિકા સાથે ૪૦ ટકા, હોંગકોંગ સાથે ૩૮ અને ચીન સાથે ૪ ટકા પોલિશિંગ ડાયમન્ડનું એક્સપોર્ટ થાય છે.તો ૬ બિલિયન ડૉલર પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ પર થશે અસરજેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, હાલ જે યુદ્ધ જેવી પરિસ્થિતિ બોર્ડર ઉપર નિર્માણ થઇ છે અને યુદ્ધના એંધાણ જોવા મળી રહ્યા છે તેની નકારાત્મક પરિસ્થિતિ સુરતથી થતા પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટ પર જોવા મળશે.

માત્ર ચીન અને હોંગકોંગ સાથે છ બિલિયન ડોલરનો વેપાર પોલિશ્ડ ડાયમન્ડ એક્સપોર્ટ થકી થાય છે, પરંતુ સ્થિતિ બગડી શકે છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ પરિસ્થિતિમાં જો પોલિશ્ડ ડાયમંડના અભાવમાં ડાયમંડ જ્વેલરી કે જે ચીન અને હોંગકોંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને તે જવેલરી ભારતમાં જ બનાવીને તેનો અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી શકે છે. જેથી વિશ્વભરમાં જ્વેલરીની ડિમાન્ડ માટે ભારત એક બજાર તરીકે પણ ઉભુ થશે. કોરોના કહેર વચ્ચે પણ સુરતથી હોંગકોંગ એક્સપોર્ટ કર્યું છે અને સારી ડિમાન્ડ જોવા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here