સુરત ભાજપના નેતા અને પૂર્વ આઈટી અધિકારી પીવીએસ સરમાની ધરપકડ

0
19
Share
Share

સુરત,તા.૨૧
સુરત ભાજપના નેતા અને પૂર્વ આઇટી આધિકારી પીવીએસ સરમાની શનિવારે ધરપકડ કરાઇ છે. તેમને કોર્ટમાં રજૂ કરાશે. શહેરના જ્વેલર્સ સામે કરચોરીનો આરોપ મૂક્યા બાદ સરમા વિવાદોમાં સપડાયા હતા. તે પછી તેમના ઠેકાણે દરોડા પડાયા હતા. જેમાં બેનામી સંપત્તિ મળી આવી હતી. સરમાની ધરપકડ કરાય તે પહેલાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમને હોસ્પિૉટલ ખસેડાયા હતા. જ્યાંથી આજે તેમની વિધિવત ધરપકડ કરાઇ હતી.સુરત ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ સર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને પગલે આઇટીએ પી.વી.એસ. સરમા ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો. તપાસમાં કેટલાક બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની હકીકત પણ સામે આવી હતી.
તેમના ન્યુઝ પેપરનું ખોટું સર્ક્યુલેશન બતાવી જાહેરાતો મેળવવા આવું કરાયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સુરત આઇટીના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસમાં પી.વી.એસ. સરમા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે ફરિયાદ નોંધાવી છે. આઈપીસી કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦ અને ૧૨૦(બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી, જોકે ધરપકડ થાય તે પહેલાં જ તેમને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ડોકટરના અભિપ્રાય બાદ ઉમરા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાના ટેક્સની ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે સુરત ભાજપના નેતા પી.વી.એસ. સરમા કેટલીક ટ્‌વીટ કરી મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. આ ટ્‌વીટ બાદ પી.વી.એસ. સરમા ને ત્યાં આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મેસર્સ સંકેત મીડિયા પ્રા.લિ.ની માલિકીથી ચાલતા સત્યમ ટાઇમ્સ ગુજરાતી અને અંગ્રેજી દૈનિક પેપરોની ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતાં. જેમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતીની કોપી ૨૩૫૦૦ કોપી સત્યમ ટાઇમ્સ અંગ્રેજીની કોપી ૬૦૦૦થી વધુ કમ્પ્યુટરના બુક્સ ઓફ એકાઉન્ટસમાં નોંધ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here