સુરત ભાજપના કોર્પોરેટરના બેફામ વાણીવિલાસનો વીડિયો વાયરલ

0
15
Share
Share

સુરત,તા.૧૩
સુરત જિલ્લાના બીજેપીના એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ નેતા નશાની હાલતમાં બેફામાં વાણીવિલાસ કરી રહ્યા છે. નશાની હાલતમાં તેઓ અપશબ્દો પણ બોલી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કડોદરા નગરપાલિકાના કોર્પોરેટર સંજય શર્મા બાંધકામ સમિતિમાં પણ હોદ્દા પર રહી ચુક્યો છે. તેઓ દારૂના નશામાં બેફામ બનીને રૌફ જમાવી રહ્યા છે. હજુ એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું નિવેદન આપ્યું હતું કે, સરકાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કે તેને હળવી કરવાના જરા પણ મૂડમાં નથી. પ્રવાસનને વેગ અપાશે પરંતુ રાજ્યમાંથી દારૂબંધી નહીં હટાવવામાં આવે.
મુખ્યમંત્રીના આવા નિવેદનના બીજા જ દિવસે તેમના એક કોર્પોરેટરનો દારૂ પીને ધમાલ મચાવતો વીડિયો સામે આવ્યો છે! વાયરલ થયેલા વીડિયોમાં નેતા એવું બોલી રહ્યા છે કે, ’સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ.’ એવી માહિતી મળી છે કે તેઓએ પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન તેમણે બેફામ વાણીવિલાસ કર્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સંજય શર્મા પોતે કોર્પોરેટર હોવાથી રૌફ જમાવી રહ્યા છે. એવી માહિતી મળી છે કે તેમણે પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે. આથી પાર્ટી હવે તેમના આ નેતા સામે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રજાના આગેવાનો જ જો આવી રીતે દારૂ પીને જાહેરમાં તાયફા કરશે તો આનાથી પ્રજાને શું સંદેશ જશે?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here