સુરત: બ્યૂટી પાર્લરનો વ્યવસાય કરતી મહિલા પર પતિએ એસિડ ફેંકતા ખળભળાટ મચ્યો

0
25
Share
Share

સુરત,તા.૨૪

મહિધરપુરા વિસ્તારમાં બ્યૂટી પાર્લરનો વ્યવસાય કરતી મહિલા પર તેના પતિએ એસિડ ફેંક્યું હતું. જો કે સદનસીબે મહિલા ખસી જતાં કપડા પર અને ખુરશીઓ પર જ એસિડ પડ્યું હતું. જેથી પરણિતાએ તેના પતિ વિરૂધ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં પતિ શંકા કરતો હોવાથી પરણિતા તેના પિયર રહેવા જતી રહી હતી. બાદમાં પતિ મારઝૂડ કરતો હોવાની સાથે એસિડ એટેક કરતાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈને પોલીસમાં ફરિયાદ અપાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાના લગ્ન સમીર મિસ્ત્રી સાથે ૨૦૦૭માં થયા હતાં. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાન પણ છે. જો કે છેલ્લા ઘણા સમયથી સમીર તેની પત્ની પર શંકા કરતો હતો. જેથી બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી પરણિતા તેના પિયરમાં માતા સાથે રહેવા આવી ગઈ હતી. બાદમાં તેની બહેન પણી સામે મળીને પાર્ટનરશીપમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કર્યો હતો.

મહિલાએ ૧૯-૦૬-૨૦૨૦ના રોજ બહેનપણી સાથે શરૂ કરેલા પાર્લર પર આવીને પતિએ ગાળા ગાળી કરીને ઢીકામુક્કીનો માર માર્યો હતો. જેથી પરણિતા તેના પિયરમાં માતા પિતાના ઘરે રહેવા જતી રહી હતી. બાદમાં ગતરોજ મહિલાનો પતિ ફરી પાર્લર પર આવી ગયો અને છોકરાના ખબર અંતર પૂછીને પ્લાસ્ટિકની થેલીમાંથી એસિડની પ્લાસ્ટિકની બોટલ કાઢી એસિડ એટેક કર્યો હતો. મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતાં લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here