સુરત: ફૉરેન્સિક નિષ્ણાત પ્રમાણે થાઈ યુવતીની હત્યા થઈ

0
27
Share
Share

રૂમ પાર્ટનર સહિત લોકોની પોલીસે પૂછપરછ કરી, તાપી જિલ્લાના અંકુર નામના યુવક સુધી તપાસનો રેલો પહોંચ્યો

સુરત,તા.૮

શહેરમાં રવિવારે વનિતા બુસોર્ન નામની થાઈ યુવતીનો સળગી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે લગ અલગ થીયરી રજૂ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો નોંધ્યો છે. પોલીસની કહેવું છે કે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. જ્યારે આ મામલે ફૉરેન્સિક નિષ્ણાતોનું કહેવું છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે તપાસનો રેલો તાપી જિલ્લાના અંકુર નામાના એક યુવક સુધી પહોંચ્યો છે. અંકુર વનિતાનો બોયફ્રેન્ડ હોવાની માહિતી મળી છે. આ મામલે તપાસ માટે પોલીસે ડીસીપીના વડપણ હેઠળ સીટની પણ રચના કરી છે. પોલીસે યુવતીના મોતનો કેસ ઉકેલવા માટે સોમવારે પોલીસે કવાયત શરૂ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારી, એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક નિષ્ણાત, ડીજીવીસીએલના અધિકારની મદદથી સોમવારે ચારથી પાંચ કલાક સુધી ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી હતી. પોલીસ મુજબ અકસ્માતે જ્યારે ફોરેન્સિક નિષ્ણાતના કહેવા મુજબ યુવતીની હત્યા થઈ છે. બીજી તરફ થાઈ યુવતી સાથે રહેતી ચાર યુવતી શંકાના ઘેરામાં આવી છે. આ ઉપરાંત મરનાર યુવતીનો મોબાઇલ ફોન હજી સુધી મળી આવ્યો નથી. સોમવારે દિવસ દરમિયાન ઉમરા પોલીસે મૃતક યુવતી વનિતાની રૂમ પાર્ટનર રૂહીવા મીંગટીકા ઉપરાંત અન્ય ૪ થાઇલેન્ડની યુવતીની દૂભાષીયાની મદદથી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ વનિતાની જયાંથી સળગીને ભડથું થયેલી લાશ મળી હતી તે રૂમમાં એફએસએલના ડેપ્યુટી ડાયરેક્ટર અને આસિસટન્ટ ડાયરેક્ટર સહિત ટીમ, નવી સિવિલ હૉસ્પિટલના મેડિકલ ફૉરેન્સિક નિષ્ણાતની ટીમ અને ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ) ના એન્જિનીયરોને સાથે રાખી ૪થી ૫ કલાક સુધી તપાસ કરવામાં આવી હતી. આ મામલે તમામનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેક્ટર અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટરની નિમણૂક કરવામાં આવી છે. પોલીસની તપાસમાં તાપી જિલ્લાના બુહારી વિસ્તારના અંકુર નામના યુવાન સુધી તપાસનો રેલો પહોંચે તેવી શક્યતા છે. અકુંર વનિતાની સાથે પ્રેમસંબંધ ધરાવતો હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે અકુંરની શોધખોળ કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here